સાવરકુંડલાના ભમ્મર ગામે રાહત પેકેજનો વિરોધ, દેવા માફ ન થાય તો ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ખેડૂતોએ લીધી શપથ
અમરેલી, 9 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે આજે અનોખો વિરોધ નોંધાયો છે. સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા 10 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજ સામે ગામલોકોએ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો છે. ભમ્મર ગામના જાહેર ચોકમાં આજે
સાવરકુંડલાના ભમ્મર ગામે રાહત પેકેજનો વિરોધ — દેવા માફ ન થાય તો ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ખેડૂતોએ લીધી શપથ


અમરેલી, 9 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે આજે અનોખો વિરોધ નોંધાયો છે. સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા 10 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજ સામે ગામલોકોએ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો છે. ભમ્મર ગામના જાહેર ચોકમાં આજે વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતો અને ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામસભા દરમિયાન ખેડૂતોે એકમતથી સરકારના રાહત પેકેજને અપૂરતું ગણાવીને તેનો વિરોધ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે આ પેકેજ માત્ર દેખાવ માટે છે અને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિને સુધારતું નથી. ખાસ કરીને કમોસમી વરસાદ અને પાકના ભારે નુકસાનથી દેવામાં ડૂબેલા ખેડૂતોનું કહેવું છે કે “જો સરકારે સંપૂર્ણ દેવા માફ નહીં કરે, તો આવતા તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે.”

આ દરમિયાન ગામલોકોએ જાહેર મંચ પર શપથ લઈને કહ્યું કે હવે કોઈ રાજકીય પક્ષ કે નેતા ગામમાં પ્રવેશ નહીં કરી શકે. ગામના ખેડૂતોે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ હવે ખોટા વચનો નહીં સ્વીકારશે અને વાસ્તવિક રાહત ન મળે ત્યાં સુધી સરકાર સામે લડી રહેશે.

ગ્રામસભા દરમિયાન અનેક વડીલો અને યુવાનોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા અને જણાવ્યું કે પાક નુકસાન બાદ સરકારની સહાય માત્ર કાગળ પર જ છે. ખેડૂતોની હાલત ગંભીર છે, પરંતુ મદદના નામે તેમને ન્યૂનતમ રકમ આપવામાં આવી રહી છે.

ગામલોકોએ અંતે એકમતથી ઠરાવ પસાર કર્યો કે જો સરકાર દેવા માફી અંગે કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે, તો સમગ્ર ભમ્મર ગામ આગામી ચૂંટણીઓમાં મતદાનનો બહિષ્કાર કરશે.

આ રીતે, ભમ્મર ગામનું આ પગલું હવે સમગ્ર અમરેલી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે — ખેડૂતોના આક્રોશે સરકારે પણ ચિંતન શરૂ કરવું ફરજિયાત બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande