
સુરત, 9 નવેમ્બર (હિ.સ.) : સુરતના રાંદેર-ગોરાટ રોડ પર દિવાળીબાગ નજીક આવેલા જૈનબ બંગલામાં શનિવારે રાત્રે અચાનક આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના કારણે આસપાસના લોકોમાં ખળભળાટ મચી ગયો.
મકાનના બીજા માળે આવેલા બેડરૂમથી આગ ફાટી નીકળતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. અડાજણ સહિતની ફાયર ટીમો તુરંત સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી લગભગ અડધા કલાકમાં આગને સંપૂર્ણ કાબૂમાં લઈ આવી.
ઝડપી કામગીરીથી આગ મકાનના અન્ય રૂમ સુધી ફેલાતી અટકાવવામાં સફળતા મળી. આગમાં બેડરૂમની ફર્નિચર અને ઘરવખરીનો મોટો ભાગ નુકશાન પામ્યો, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે