રાધનપુરમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ચાર શખ્સો પોલીસના જાળમાં
પાટણ, 9 નવેમ્બર (હિ.સ.)રાધનપુર વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ચાર શખ્સોને રાધનપુર પોલીસે ઝડપ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 35,000ની કિંમતનો કેબલનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરીને રાધનપુરના ભંગા
રાધનપુરમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ચાર શખ્સો પોલીસના જાળમાં


પાટણ, 9 નવેમ્બર (હિ.સ.)રાધનપુર વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ચાર શખ્સોને રાધનપુર પોલીસે ઝડપ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 35,000ની કિંમતનો કેબલનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરીને રાધનપુરના ભંગારના વાડામાં વેચી દીધો હતો.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાધનપુરના બજાજ શોરૂમ પાસે આવેલા “રામદેવ સ્ક્રેપ” ભંગારના વાડામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી ભરત જેઠાભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં બહાર આવ્યું હતું કે કેબલ ભાડીયાના વિપુલ વિનોદભાઈ ઠાકોર, શ્રવણ વીરચંદભાઈ ઠાકોર અને પરેશ અમરતભાઈ ઠાકોર આપી ગયા હતા.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ત્રણેય શખ્સો તેમજ ભરત જેઠાભાઈ મકવાણાને ઝડપી લીધા હતા. ચારેય સામે રાધનપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે શું આ ચોરીની પાછળ કોઈ મોટો ગેંગ સંકળાયેલો છે કે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande