
ગીર સોમનાથ 9 નવેમ્બર (હિ.સ.) સમાજના બાળકો ઉજ્જવળ ભવિષ્ય માટે કોમ્પ્યુટર ક્લાસીસ તથા લાઇબ્રેરી નું પણ કરાયું લોકાર્પણ પ્રભાસ પાટણ ઘેડીયા કોળી સમાજ મોટા કોળીવાળા દ્વારા વિદ્યાર્થી ના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રામદેવજી મંદિરની બાજુમાં મોટા કોળી વાળા ખાતે યોજાયેલ વિશેષમાં આ તકે કોમ્પ્યુટર ક્લાસીસ તથા લાઇબ્રેરી નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના દીકરા દીકરીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા તેમજ સમાજના વિદ્યાર્થીઓ વાંચનની ટેવ વિકસાવી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે અને આ સુવિધાથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થઈને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને અને ભાવિ પેઢી માટે પ્રેરણા સ્તોત્ર બને તેવો હેતુ રખાયેલ છે આ સમારોહમાં સમાજના આગેવાનો સમાજના નાગરિકો બહોળા સમુદાયમાં ઉપસ્થિત રહી સમાજના આ પગલાંને બિરાદાય્યુ હતુંપ્રભાસ પાટણ મોટા કોળીવાળા ખાતે કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારો યોજાયો હતો.
પ્રભાસ પાટણ સોમનાથ ખાતે સમસ્ત ઘડિયા કોળી સમાજ મોટા કોળી વાળા ના પ્રમુખ દિનેશ બામણીયા અને કોળી સમાજ ના કમલેશભાઈ વાસણ ની આગેવાની હેઠળ વિદ્યાર્થી સન્માન સમારો તેમ લાયબ્રેરી અને કોમ્પ્યુટર ક્લાસીસ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સાળંગપુર થી આર્યન ભગત રામભાઈ એચૌહાણ કાનભાઈ બામણીયા રાજુભાઈ ગઢીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહી સમાજના વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહિત કર્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ