ગીરગઢડા-ઊનામાં, મારૂ રાજપૂત સમાજનો 33મો સમૂહલગ્ન યોજાયો ધારાસભ્ય સહિતનાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યાં
ગીર સોમનાથ 9 નવેમ્બર (હિ.સ.)ગીરગઢડા-ઊના ખાતે મારૂ રાજપૂત સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઊના સંચાલિત મારૂ રાજપૂત સમુહ લગ્નોત્સવ સમિતિ દ્વારા 33મો સમુહલગ્ન સમારોહ ઊનાના ખોડલધામ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં ઊનાના ધારાસભ્ય કાળુ રાઠોડ હાજર રહ્યાં
ગીરગઢડા-ઊનામાં, મારૂ રાજપૂત સમાજનો 33મો સમૂહલગ્ન યોજાયો ધારાસભ્ય સહિતનાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યાં


ગીર સોમનાથ 9 નવેમ્બર (હિ.સ.)ગીરગઢડા-ઊના ખાતે મારૂ રાજપૂત સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઊના સંચાલિત મારૂ રાજપૂત સમુહ લગ્નોત્સવ સમિતિ દ્વારા 33મો સમુહલગ્ન સમારોહ ઊનાના ખોડલધામ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં ઊનાના ધારાસભ્ય કાળુ રાઠોડ હાજર રહ્યાં હતા. જેમનું આયોજકો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી : નવદંપતિઓને સુખમય અને મંગલમય સન્માન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યે 7 નવદંપતી સૂખમય જીવનના આશીર્વાદ આપ્યા હતા. સાથે જ તેમણે 21 હજારનું અનુદાન જાહેર કર્યું હતું.

આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, જિ.પં. કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા જિ. ભાજપ મહામંત્રી

શ્રી મારૂ રાજપૂત સમાજ સમુહ લગ્નોત્સવ સમિતિ - ઉના વિશાલભાઈ વોરા, પૂર્વ તા.પં પ્રમુખ રામભાઈ વાળા, મારુ રાજપૂત સમાજના અધ્યક્ષ કાળભાઈ ડાંગોદરા ઉપાધ્યક્ષ કાનજીભાઈ ડાંગોદરા, પ્રમુખ કાંતિભાઈ માળવી. ગીરગઢડા તા.પં. ઉપપ્રમુખના તાલુકા ભાજપ મહામંત્રી કે.સી. રાજપુત પ્રતિનિધિ ભીખાભાઈ કિડેચા ગીરગઢડા સહિત આગેવાનો હાજર રહ્યાં હતા. સમૂહલગ્ન જેવી પરંપરા સમાજમાં એકતા. સહકાર અને સમરસતાનું પ્રતિક છે, જે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં સકારાત્મક પગલું સાબિત થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande