સુત્રાપાડામાં માર્કેટિંગ યાર્ડ પ્રાસલીમાં ટેકાના ભાવે થી મગફળી –સોયાબીન ખરીદીનો શુભારંભ
ગીર સોમનાથ, 9 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં માર્કેટિંગ યાર્ડ પ્રાસલીમાં ટેકાના ભાવે થી મગફળી –સોયાબીન ખરીદીનો શુભારંભ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડના હસ્તે કરવામાં આવ્યો. આજરોજ એ.પી.એમ સી.ના પ્રાસલી માર્કેટિ
પ્રાસલી માં ટેકા ના ભાવે થી મગફળી –સોયાબીન ખરીદી નો  શુભારંભ


ગીર સોમનાથ, 9 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં માર્કેટિંગ યાર્ડ પ્રાસલીમાં ટેકાના ભાવે થી મગફળી –સોયાબીન ખરીદીનો શુભારંભ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડના હસ્તે કરવામાં આવ્યો.

આજરોજ એ.પી.એમ સી.ના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકારના ટેકાના ભાવ થી મગફળી સોયાબીન ખરીદ શુભારંભ ખેડૂતોને પોતાની જણસીનો પોસાણસમ ભાવ મળી રહે તે હેતુ થી કેન્દ્ર સરકાર દ્રારા નક્કી થયેલ ટેકા ના ભાવ થી રાજય સરકાર દ્રારા નિયુક્ત કરેલ નોડલ એજન્સી ગુજકો માર્શલ મારફત ખરીદી અંગેના સેંટર પર આ સંસ્થાના સ્થાપક અને ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અને યાર્ડના ડાયરેક્ટરો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વઘેરીને શુભારંભ કરવામાં આવ્યો. ગુજરાત સરકારના દ્રારા મગફળી અને સોયાબીન ખરીદી નું સેંટર સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ પ્રાસલીને સરકાર દ્રારા નક્કી થયેલ હોય અને ટેકા ના ભાવ મગફળી ના ૨૦ કિલ્લો ના રૂપિયા -૧૪૫૨ / અને સોયાબીન રૂપિયા ૧૦૬૫ / પ્રમાણે કરવામાં ખરીદી કરવામાં આવસે જ્યારે ઓપન માર્કેટ માં મગફળી ના ભાવ ૧૦૬૫ રૂ અને સોયાબીન ના ભાવ ૪૫૦ -૫૦૦ હોય તો મગફળી માં રૂ .૪૦૦-૫૦૦ તેમજ સોયાબીન માં ૧૫૦-૨૦૦ રૂપિયા નો ખેડૂતો ને ફાયદો થસે ,જેથી ખેડૂતો પોતાની મગફળી –સોયાબીન સરકર દ્રારા નક્કી કરેલ સેંટર પર વેચાણ કરે તેઓ અનુરોધ પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડે કર્યો હતો ,સુત્રાપાડા તાલુકા માં ૧૦૦૦૦ ખેડૂતો દ્રારા મગફળી નું રજીસ્ટ્રેશન કરવામાં આવીયું ,જ્યારે ૧૮૦૦ ખેડૂતો દ્રારા સોયાબીન રજીસ્ટ્રેશન કરવામાં આવીયું ,જેઓ ને ક્રમ મુજબ બોલાવવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવ્યુ કે રાજય સરકાર ખેડૂતો ના હિત ને સર્વોપરી માંનતી રહી છે અને કૃષિ ક્ષેત્રેના સર્વાંગી વિકાશ માટે સત્તત પ્રયાસશીલ છે જે કમોસમી વરસાદ થી થયેલ નુકસાન સામે ઈતિહાસ નું સૌથી મોટું કૃષિ પેકેજ રૂપિયા દશ હજાર કરોડ નું સહાય પેકેજ જાહેર કરી સાબિત કરિયું છે ,અને પંદર હજાર કરોડ રૂપિયા થી વધુ મગફળી ,મગ ,અને સોયાબીન ની ટેકા ના ભાવે સરકાર ખરીદી કરશે ,અને ચાલુ વર્ષ ની પાક પરિસ્થિતી ને જોઈ ગુણાંકન ના માપદંડ માં પણ ખેડૂતો ના હિત માં થોડું જતું કરે એવી આશા વ્યકત કરી હતી ,અને ઈતિહાસ નું સૌથી મોટું કૃષિ પેકેજ જાહેર કરવા બદલ ગુજરાત ના મુદદૂ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ અને કૃષિ મંત્રી જીતુવાઘાણીનો આભાર માન્યો હતો ,ગીર સોમનાથ જિલ્લો સંપૂર્ણ કમોસમી વરસાદ થી ૧૦૦ ટકા પાક પ્રભાવિત થયો છે ,આમ સરકાર દ્રારા જે રાહત પેકેજ તેમજ ટેકા ના ભાવે જણસી ની ખરીદી થી જગતનોતાત ફરી બેઠો થસે એવો વિશ્વાસ જશા બારડે વ્યકત કરિયો હતો

.ક્મોશમી વરસાદ થતાં ખેડૂતો નો પાક સાથે પશુ નો ચારો સંપૂર્ણ નાશ થતાં સુત્રાપાડા ડૉ .ભરતભાઇ બારડ એકેડમી ના ગાઉંડ માં સરકાર દ્રારા ઘાસચરા વિતરણ શરૂ કરવામાં આવિયું છે.

આ પ્રસંગે જશા બારડ સાથે યાર્ડ ના ચેરમેન ,યાર્ડ ના ડાયરેક્ટર શૈલેન્દ્રસિંહ રાઠોડ ,પ્રતાપભાઈ પરમાર ,એભાભાઈ મેર ગુજકો માર્શલ ના પ્રતિનિધિ હિરેનભાઈ ઝાલા ,પરમારભાઈ ,ખેડૂત આગેવાન ભીખુભાઈ જાદવ ,અક્ષયભાઈ વાળા ,સીદીભાઈ મોરિ ,મૂળાભાઈ વાળા ,નારણભાઈ યાદવ, યાર્ડ ના સેક્રેટરી હાર્દિક ભાઈ જાદવ, વાળા ભાઈ, કાદુભાઈ જાદવ વગેરે હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande