જામનગર શહેર ભાજપ દ્વારા વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા સમૂહગાન યોજાયું
જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875 માં કરી હતી. સૌપ્રથમવાર આ ગીત તેમની પ્રખ્યાત બંગાળી નવલકથા ’આનંદ મઠ’ માં 1882 માં પ્રકાશિત થયું હતું. મૂળરૂપે આ ગીત સંસ્કૃત અને બંગાળી ભાષાના મિશ્રણથી બનેલું છે. ’વંદે
ભાજપ જામનગર વંદે માતરમ ગાન

જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875 માં કરી હતી. સૌપ્રથમવાર આ ગીત તેમની પ્રખ્યાત બંગાળી નવલકથા ’આનંદ મઠ’ માં 1882 માં પ્રકાશિત થયું હતું.

મૂળરૂપે આ ગીત સંસ્કૃત અને બંગાળી ભાષાના મિશ્રણથી બનેલું છે. ’વંદે માતરમ્’ નો અર્થ છે હે માતા, હું તને વંદન કરું છું. આ ગીત ભારત માતાની સ્તુતિ છે.ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ’વંદે માતરમ્’ એક લોકપ્રિય સૂત્ર અને પ્રેરણાનો સ્ત્રોત બન્યું હતું. તે સૌપ્રથમવાર 1896 માં કલકત્તા અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા ગવાયું હતું. 1905 માં બંગાળના ભાગલા વિરુદ્ધના આંદોલનમાં આ ગીત રાષ્ટ્રીય સૂત્ર બની ગયું.

ભારતની બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી, 1950 ના રોજ તેને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે તેને રાષ્ટ્રગાન ’જન ગણ મન’ જેટલો જ આદર મળવો જોઈએ. મૂળ પંક્તિઓ (સંસ્કૃત/બંગાળી) ગુજરાતી અર્થ સુજલામ્ સુફલામ્, મલયજ શીતલામ્, (હે માતા) જે પાણીથી સમૃદ્ધ, ફળોથી ભરેલી, દક્ષિણના પવનોથી ઠંડી (શાંતિપૂર્ણ) છે, શસ્ય શ્યામલામ્, માતરમ્! અને ખેતરોની લીલોતરીથી ભરપૂર છે, એવી માતાને હું વંદન કરું છું.

શુભ્ર જ્યોત્સના પુલકિત યા મિનીમ્, જેની રાત્રીઓ ચાંદનીના શુભ્ર પ્રકાશથી રોમાંચિત હોય છે, ફુલ્લ કુસુમિત દ્રુમદલ શોભિનીમ્, અને ખીલેલા ફૂલોવાળા વૃક્ષોની ડાળીઓથી શોભિત હોય છે, સુહાસિનીમ્ સુમધુર ભાષિણીમ્, જે સુંદર હાસ્યવાળી અને મધુર વાણીવાળી છે, સુખદાં વરદાં, માતરમ્! જે સુખ આપનારી અને વરદાન આપનારી છે, એવી માતાને હું વંદન કરું છું.

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા વંદે માતરમ સામુહિક ગાનના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ તબબકે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મેયર વિનોદ ખીમસરીયા, ડે મેયર ક્રિષ્ના બેન સોઢા, પ્રદેશ નિરીક્ષક રાજુભાઈ શુક્લ, વંદના મકવાણા, પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી શિક્ષણ સમિતિ ચેરમેન પરસોતમ કકનાણી સહીત શહેર સંગઠનના હોદેદારો, મોરચા ના પ્રમુખો હોદેદારો ઇત્યાદિ ઉપસ્થિત રહ્યા હતા.

વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875 માં કરી હતી. સૌપ્રથમવાર આ ગીત તેમની પ્રખ્યાત બંગાળી નવલકથા ’આનંદ મઠ’ માં 1882 માં પ્રકાશિત થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

 rajesh pande