જૂનાગઢ ખેલ મહાકુંભ ૨૦૨૫ની માહિતી દર્શાવતી, પુસ્તિકાનું વિમોચન જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું
જુનાગઢ, 9 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ વર્તમાન વર્ષમાં પણ ખેલ મહાકુંભ ૨૦૨૫નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળા/ગ્રામ્યકક્ષા, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/ મહાનગરપાલિ
પુસ્તિકાનું વિમોચન જિલ્લા  કલેક્ટરના હસ્તે


જુનાગઢ, 9 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ વર્તમાન વર્ષમાં પણ ખેલ મહાકુંભ ૨૦૨૫નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળા/ગ્રામ્યકક્ષા, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/ મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાએ સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા ખેલ મહાકુંભ ૨૦૨૫ ની રમતો, સ્પર્ધાના સ્થળો, સમય પત્રક, સંપર્ક નંબર, નીતિ નિયમો સહિતની સંપૂર્ણ વિગતો દર્શાવતી માહિતી પુસ્તિકાનું વિમોચન જિલ્લા કલેક્ટર જૂનાગઢ અને અધ્યક્ષ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની સમિતિ અનિલકુમાર રાણાવસિયાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં તાલુકા કક્ષાની સાત રમતો, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ચેસ, યોગાસન, રરસાખેંચ અને એથ્લેટીક્સની સ્પર્ધાઓ તા.૦૮ નવેમ્બરથી ૧૫ નવેમ્બર દરમિયાન યોજાશે. જિલ્લા કક્ષાની ૨૪ રમત સ્પર્ધાઓ તા.૧૬ નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાશે.

આ ઉપરાંત જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આવનાર ખેલાડીઓને વાહન વ્યવહારના સરળીકરણ અને જૂનાગઢ જિલ્લામાં ખેલમય વાતાવરણનું નિર્માણ થાય તે માટે જિલ્લાકક્ષાની મહત્તમ સ્પર્ધાઓ જૂનાગઢ જિલ્લા મથકે યોજાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande