
જૂનાગઢ 9 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં અલગ અલગ ડેપો પરથી દિવ્યાંગોના નામે ઓનલાઈન નકલી ટીકીટો બૂક થવા અંગેના તાજેતરમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે બાબતે અત્રેના વિભાગ ખાતે મળેલી ફરિયાદોમાં તપાસ કરતા અલગ અલગ દિવ્યાંગો દ્વારા તેમના નામે નિગમની ટીકીટો બૂક થયેલી હતી.
જે બાબતે જે તે ટીકીટના પી.એન.આર. નંબર અને ટીકીટની ડીટેઈલ વિગતો તપાસી જે તે ડેપોમાં તપાસ કરતા આ ટીકીટો જે તે વ્યક્તિપોતાના મોબાઈલ દ્વારા ગુજરાત એસ.ટી. નિગમની જી.એસ.નાર.ટી.સી. ની મોબાઈલ એપ પરથી ટીકીટો બુક થવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેમાં દિવ્યાંગના નામે બૂક થયેલી ટીકીટ પર મુસાકર દ્વારા મુસાફરી કરવામાં આવી નથી. જે તે દિવસે આ બુક થયેલી સીટો ઉપર સામાન્ય મુસાફર દ્વારા કંડક્ટર પાસેથી ટીકીટો મેળવી મુસાફરી કરેલ છે. આમ હકીકતે એસ.ટી. સાથે કોઈ નકલી ટીકીટથી દિવ્યાંગના નામે ટીકીટ બુક કરી નિગમ સાથે છેતરપીંડી થઇ હોય તેવો બનાવ બનાવા પામેલ નથી.
આ બનવામાં એસ.ટી. નિગમ દ્વારા મોબાઈલ એપમાં દિવ્યાંગોને સીટ બુક કરવા માટે આપવામાં આવેલી સુવિધાનો કોઈ વ્યક્તિ ગેરલાભ ઉઠાવી ટીકીટ બુક કરી હોવાનું સત્તાવાળાઓને ધ્યાનમાં આવતા આ સુવિધામાં જરૂરી ફેરફાર કરી જે તે દિવ્યાંગ વ્યકિતના આઈ.ડી. નો ઉપયોગ કરી મોખાઈલ એપમાં ટીકીટ બુકીગ કરતી વખતે ઓનલાઈન બુકીંગની સિસ્ટમ દ્વારા જે તે દિવ્યાંગ વ્યક્તિના રજીસ્ટર મોબાઈલમાં ઓ.ટી.પી. મોકલવામાં આવે છે. આ ઓ.ટી.પી. મોબાઈલ એપમાં એન્ટ્રી કર્યા બાદ જ જે તે સીટ પર ટીકીટ બુક થાય છે ત્યાર બાદ ખરેખર મુસાફરી કરતી વખતે ફરજ પરના કંડક્ટર દ્વારા ટીકીટ ધારક પાસે તેની એડવાન્સ બુકીંગની ટીકીટ તપાસી ટીકીટમાં દર્શાવેલ નામ, ટીકીટની કેટેગરી તેમજ ટીકીટ ધારક જો દિવ્યાંગ હોય તેની પાસે રહેલ દિવ્યાંગ તરીકેની ઓળખ દર્શાવતું સક્ષમ અધિકારી દ્વારા ઈશ્યુ કરેલ કાર્ડ ચેક કરવામાં આવે છે.
આમ ખરેખર ટીકીટ ધારક દિવ્યાંગ હોય, તો જ તેને નિ:શુલ્ક મુસાફરી અંગેનો રાજય સરકારશ્રી દ્વારા આપવામાં આવતો લાભ મળે છે. તેમ વિભાગીય નિયામક, એસ.ટી. વિભાગ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ