
સુરત, 9 નવેમ્બર (હિ.સ.): સુરતના ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ રાજ્યના 7,500 ગણોત (ભાગેથી ખેતી કરનાર) ખેડૂતોને દરેકને રૂ. 7,500ની સહાય આપવાની જાહેરાત કરી છે. સરકારની સહાયનો લાભ નહીં મળતા આવા ખેડૂતોને મદદરૂપ થવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પિયુષ દેસાઈ દ્વારા પ્રારંભ કરાયેલ ‘હિરાબાનો ખમકાર’ અભિયાન હવે ઝડપથી લોકઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે શરૂ થયેલી આ પહેલ હેઠળ અત્યાર સુધી કુલ 1,102 દીકરીઓને શૈક્ષણિક સહાય આપવામાં આવી છે.
ધનતેરસના દિવસે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 551 દીકરીઓને દરેકને રૂ. 7,500ના ચેક આપવામાં આવ્યા. અત્યાર સુધીમાં કુલ રૂ. 41.32 લાખનું વિતરણ થયું છે.
પિયુષ દેસાઈએ જણાવ્યું કે લક્ષ્ય 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનું છે. આ માટે અંદાજે રૂ. 1,575 કરોડનું વિતરણ કરવાનો ધ્યેય છે.
સમાજના વ્યાપારીઓ અને આગેવાનો દ્વારા આ પહેલને પ્રશંસા મળી છે, અને તેને બીજા ઉદ્યોગપતિઓ માટે પ્રેરક ઉદાહરણ ગણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે