
જૂનાગઢ, 9 નવેમ્બર (હિ.સ.) : લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે આયોજિત યુનિટી માર્ચ પદયાત્રાની સાથે સ્વદેશી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રા દરમિયાન રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મુલાકાત લીધી હતી. તેમણે સ્વ સહાય જૂથના બહેનો અને સ્થાનિક કારીગરો પાસેથી ગૃહ સુશોભન સહિતના કલાત્મક સ્થાનિક ઉત્પાદનોની જાણકારી મેળવી હતી, સાથે જ આ સખી મંડળના બહેનો અને કારીગરો સાથે સંવાદ સાધી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકાના સંકલનથી શહેરના ઝાંસીની રાણી સર્કલ ખાતે આયોજિત સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજય કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, અગ્રણી પુનિતભાઈ શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ