
જૂનાગઢ, 9 નવેમ્બર (હિ.સ.) : આજે જૂનાગઢ ખાતે યુનિટી માર્ચ પદયાત્રાના ૮.૬ કિલોમીટરના રૂટ પર વિવિધ સંસ્થાઓ,સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે જ ૧૯ જેટલા સ્થળોએ યોગનિદર્શન, આરઝી હકુમત અને સરદાર પટેલના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમઓ અને સ્કૂલબેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ભારતના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી અને જૂનાગઢના મુક્તિ દિન નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. જૂનાગઢના બહાઉદીન કોલેજ થી શરૂ થયેલ ૮.૬ કિલોમીટરની પદયાત્રા સરદાર ચોક ખાતે સમાપન થઈ હતી. આ પદયાત્રા ના રૂટ પર ઠેર ઠેર વિવિધ સમાજ, સંસ્થાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ પદયાત્રાના રૂટ પર ૧૯ સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો,શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ગરબો, રાસ, સ્થાનિક લોક નૃત્ય, વેશભૂષા, યોગનનિદર્શન, આરઝી હુકુમત અને સરદાર પટેલ સાહેબના જીવન આધારિત વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ અને સ્કૂલ બેન્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ