વેરાવળ એ.પી.એમ.સી.ના સેક્રેટરી એ રાહત પેકેજને ખેડૂત સમાજ વતીથી આવકાર્યું
ગીર સોમનાથ, 9 નવેમ્બર (હિ.સ.) : વેરાવળ એ.પી.એમ.સી.ના સેક્રેટરી કનકસિંહ પરમારે રાજ્ય સરકારે ઉદારતમ ધોરણે આપેલા રાહત પેકેજને ખેડૂત સમાજ વતીથી આવકાર્યું છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી, સોયાબીન સહિતની ખેત પેદાશો ખરીદવાની જાહેરાત કરી છે,
વેરાવળ એ.પી.એમ.સી.


ગીર સોમનાથ, 9 નવેમ્બર (હિ.સ.) : વેરાવળ એ.પી.એમ.સી.ના સેક્રેટરી કનકસિંહ પરમારે રાજ્ય સરકારે ઉદારતમ ધોરણે આપેલા રાહત પેકેજને ખેડૂત સમાજ વતીથી આવકાર્યું છે.

આ ઉપરાંત, રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી, સોયાબીન સહિતની ખેત પેદાશો ખરીદવાની જાહેરાત કરી છે, તેને પણ ખેડૂત વર્ગ વતીથી આવકાર્યું છે. તેમણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવામાં આવેલા આ ઉદારતમ નિર્ણયને આવકારી રાજ્યના ખેડૂતો માટે આ રાહત પેકેજ ઉપકારક બનશે તેવી ભાવના વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande