
સુરત, 10 ડિસેમ્બર (હિ.સ.) : પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા બિલ્ડરને ઉધના મગદલ્લ રોડ, મેયર બંગ્લોઝની પાસે વિધાંતા પેલેસની બાજુમાં સસ્તામાં પ્લોટ આપવાનું કહી વિનોદ લાવરી સહિત ચાર જણાની ટોળકીએ રૂપિયા 60 લાખ પડાવી લીધા બાદ દસ્તાવેજ બનાવી નહી આપી છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ખટોદરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પાર્લે પોઈન્ટ સર્જન સોસાયટીમાં રહેતા અને રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકલાયેલા છે. 46 વર્ષીય અનુપ શૈલેષભાઈ ભગત માર્ચ 2024 થી સપ્ટેમ્બર 2025 સુધીમાં દલાલ વસંત નટવરલાલ પટેલ (રહે, સાંઈ કૂપા સોસાયટી શ્રી રામ મારબલ સામે ભટાર રોડ), વિનોદકુમાર માધાભાઈ લાવરી (રહે,શુભ મંગલ સોસાયટી ભટાર રોડ), ઉમાદેવી ચંદ્રપ્રકાશ ભાટીયા (રહે, સીધ્ધી વિનાયક પ્રસ્ત, સેકટર-26, નીગાડી પૂણા) અને જગદીશ સુંદરલાલ ભાટીયા (રહે,મુરલીધર એપાર્ટમેન્ટ ઘોડદોડ રોડ) પાસેથી ઉધના મગદલ્લા રોડ, મેયર બંગલોઝની પાસ વિધાંતા પેલેસની સામે આવેલ પ્લોટ રૂપિયા 60 લાખમાં ખરીદ્યો હતો. જેતે સમયે વિનોદ લાવરીએ કબજા રસીદ બનાવી આપી હતી. અને પંદર દિવસમાં દસ્તાવેજ બનાવી આપવાની વાત કરી હતી. જાકે ત્યારબાદ અનુપભાઈએ દસ્તાવેજ બનાવી આપવાનું કહેતા આરોપીઓ આજકાલ કરી સમય પસાર કરી દસ્તાવેજ બનાવી નહી આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ખટોદરા પોલીસે વિનોદ લાવરી સહિત ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે