

પાટણ, 12 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને ચોક્કસ બાતમી મળતાં સિદ્ધપુરના ખળી ચાર રસ્તા નજીક નાકાબંધી ગોઠવી હતી. NDPS એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર બુધ્ધારામ નેનારામ બિશ્નોઇ ત્યાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું.
તે સમયે LCBના PI આર.જી. ઉનાગર તથા તેમનો સ્ટાફ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બાતમીને આધારે થયેલી કામગીરી દરમિયાન ટીમે આરોપીને સ્થળ પરથી ઝડપી લીધો.
બુધ્ધારામ નેનારામ બિશ્નોઇ (ઉંમર 45), રહે. લાલા કી ઢાણી ડાવલ, તા. સાંચોર, જિ. જાલોર (રાજસ્થાન) ની ધરપકડ કરી એને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ