

- ટેમ્પોની ટ્રેકને આગળ લઈ ટેમ્પાના કેબિનના પતરા કાપી ડ્રાયવરને બહાર કઢાયો હતો
ભરૂચ,12 ડિસેમ્બર ( હિં.સ ) અંકલેશ્વર જીઆઈડીસી વાલિયા ચોકડી ખાતે સર્વિસ રોડ ઉપર આગળ ચાલતા ટ્રક ટ્રેલરના ચાલકે શોર્ટ બ્રેક મારતા તેની પાછળ આવી રહેલ ટેમ્પાના ચાલકથી બ્રેક નહીં લાગતા ટ્રેલરમાં પાછળથી અથડાયો હતો.અકસ્માતમાં ટેમ્પોની કેબિન ટ્રેલરમાં ચબદાઈ ગઈ હતી અને ડ્રાઈવર ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ 112 ની ટીમને કરતા તાત્કાલિક આવી ટેમ્પો ચાલકને બચાવવા પ્રયાસ કર્યા હતા.ચાલકને કેબિનમાંથી બે કલાકની મથામણ બાદ બહાર કાઢી હોસ્પિટલ ભેગો કરાયો હતો.
અંકલેશ્વર વાલીયા ચોકડી નજીક હાઈવે નંબર 48 ઉપર એક ગંભીર અકસ્માત થયો હતો.જેમાં સુરત પાર્સિંગનો ટ્રક ટ્રેલર નો ચાલક પુરપાટ ઝડપે સર્વિસ રસ્તે જતો હતો તેણે અચાનક બ્રેક મારતા તેની પાછળ ગોધરા પાર્સિંગનો ટેમ્પો ના ચાલકથી બ્રેક નહીં લાગતા ટ્રેલરમાં પાછળ ધડાકા સાથે અથડાયો હતો.ગોધરા પારસિંગનો ટેમ્પો હતો ડ્રાઈવર તેની પત્ની સાથે જતો હતો .અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને વાહન એકબીજામાં ફસાઈ ગયા હતા.ટેમ્પો ડ્રાઇવરના પગ કેબિનમાં ફસાઈ ગયા હતા અને તેની પત્નીનો આબાદ બચાવ થયો હતો ત્યારે ડ્રાયવરને બે કલાકની ભારે જહેમત બાદ 112 ની ટીમે બહાર કાઢી ભરૂચ 108 ની એમ્બ્યુલન્સ આવતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ