પાટણ જિલ્લાના અશ્વોની રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના દિઘડી ગામના અશ્વ અણહિલે પંજાબમાં યોજાયેલી ઇન્ડિયન હોર્સ ચેમ્પિયનશિપમાં 80 ઘોડાઓને પાછળ રાખીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. શામળા ફાર્મ હાઉસના માલિક આનંદભાઈ દેસાઈના આ અશ્વનો જન્મ રજુભાઈ દેસાઈના સેવાળા ખોડિયાર સ
પાટણ જિલ્લાના અશ્વોની રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ


પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના દિઘડી ગામના અશ્વ અણહિલે પંજાબમાં યોજાયેલી ઇન્ડિયન હોર્સ ચેમ્પિયનશિપમાં 80 ઘોડાઓને પાછળ રાખીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. શામળા ફાર્મ હાઉસના માલિક આનંદભાઈ દેસાઈના આ અશ્વનો જન્મ રજુભાઈ દેસાઈના સેવાળા ખોડિયાર સ્ટડ ફાર્મમાં થયો હતો, જેથી મારવાડી અશ્વ જગતમાં દિઘડી ગામનું નામ ઉજ્જવળ બન્યું છે.

બીજી તરફ, પાટણ જિલ્લાના જંગરાલ ગામના અશ્વ રુશાનએ રાજસ્થાનના જોધપુર જિલ્લાના રામસિંહ ગામ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ભારતના 500 જેટલા ઘોડાઓએ ભાગ લીધો હતો. રુશાનએ અગાઉ પુષ્કર મેળામાં પ્રથમ સ્થાન મેળવી એક લાખ રૂપિયાનું ઇનામ, પ્રમાણપત્ર અને ટ્રોફી મેળવી હતી.

રુશાનના માલિક પીનાકીનભાઈ બારોટ બાળપણથી જ અશ્વ ઉછેરનો શોખ ધરાવે છે અને જયવીર સ્ટડ ફાર્મ ખાતે દૈનિક સંભાળ રાખે છે. રુશાનની ઓલાદ પણ વિશિષ્ટ છે — તેના પિતા ‘પર્સન’ નામનો અશ્વ હાલમાં પાંચ કરોડ રૂપિયામાં પંજાબમાં વેચાયો છે, જ્યારે તેની માતા અનામિકા અને નાણી આલામારા પણ પ્રતિષ્ઠિત લાઇનેજ ધરાવે છે.

અણહિલ અને રુશાન — બંને અશ્વોની ઉત્તમ સિદ્ધિઓને કારણે તેમના માલિકો, ગામજનો તેમજ આગેવાનો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં મળેલા એવોર્ડ, ટ્રોફી અને પ્રમાણપત્રોએ આ અશ્વોની પ્રતિષ્ઠા વધુ ઉંચી કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande