પાટણના સાંતલપુર તાલુકાના એક ગામની મહિલાએ પતિ સામે ગંભીર આક્ષેપો સાથે 8 સામે ફરિયાદ નોંધાવી
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) પાટણના સાંતલપુર તાલુકાના એક ગામની મહિલાએ પતિ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ, પતિએ તેની પિયરની પૂર્વ ભાભી સાથે અનૈતિક સંબંધો રાખી તેને બીજી પત્ની તરીકે ઘરમાં રાખી હતી. ત્યારબાદ પ્રથમ પત્નીને
પાટણના સાંતલપુર તાલુકાના એક ગામની મહિલાએ પતિ સામે ગંભીર આક્ષેપો સાથે 8 સામે ફરિયાદ નોંધાવી


પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) પાટણના સાંતલપુર તાલુકાના એક ગામની મહિલાએ પતિ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ, પતિએ તેની પિયરની પૂર્વ ભાભી સાથે અનૈતિક સંબંધો રાખી તેને બીજી પત્ની તરીકે ઘરમાં રાખી હતી. ત્યારબાદ પ્રથમ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને છૂટાછેડા માટે દબાણ કરાયું, જેના કારણે પતિ, પૂર્વ ભાભી અને સાસરિયાં સહિત કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

ફરિયાદ મુજબ, મહિલાના લગ્નને 16 વર્ષ થયા છે અને તેને કુલ ત્રણ સંતાન છે. લગભગ પાંચ-છ મહિના પહેલા તેને ખબર પડી કે પતિ અને તેની સગી ભાભી (નાના ભાઈની પત્ની) વચ્ચે સંબંધ છે. આ વાત બહાર આવતા મહિલાના ભાઈએ પોતાની પત્નીને સામાજિક રીતે છૂટાછેડા આપી દીધા, ત્યારબાદ પતિએ આ પૂર્વ ભાભીને પોતાની બીજી પત્ની તરીકે ઘરમાં રાખી પ્રથમ પત્નીને ઘરેથી કાઢી મૂકી હતી.

ફરિયાદમાં જણાવ્યું છે કે, બીજી પત્ની અને સાસરિયાંના સભ્યોની ચઢામણીથી ફરિયાદીને મૃત્યુની ધમકી, ગાળો, અને સતત શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. સમાધાનના સામાજિક પ્રયાસો નિષ્ફળ જતા મહિલાએ પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં તમામ 8 આરોપીઓ સામે B.N.S.S ની લાગુ પાડતી કલમો હેઠળ ગુનો નોંધાવ્યાની માહિતી સામે આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande