અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની મુલાકાતે
ગાંધીનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પશ્ચિમ ક્ષેત્રના અધ્યક્ષ દિગ્વિજયસિંહ શેખાવતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. અધ્યાપકો સાથે શિક્ષણના હિતમાં ચર્ચા સંવાદ કરવામાં આવ્યો હતો. તેમની આ અ
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી


ગાંધીનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પશ્ચિમ ક્ષેત્રના અધ્યક્ષ દિગ્વિજયસિંહ શેખાવતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. અધ્યાપકો સાથે શિક્ષણના હિતમાં ચર્ચા સંવાદ કરવામાં આવ્યો હતો. તેમની આ અનૌપચારિક મુલાકાત દરમિયાન પ્રો. શેખાવતે શૈક્ષિક મહાસંઘની કામગીરી વિષે માહિતી આપી હતી અને સમાજ, શિક્ષક અને રાષ્ટ્રના હિત માટે કામ કરવાની વાત કરી હતી.

વધુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે સમાજની શિક્ષકો- અધ્યાપકો પાસે કેવી અપેક્ષાઓ છે. સમાજના ઘડતરમાં શિક્ષક્નો શું રોલ હોય છે અને શિક્ષકોના પ્રશ્નો માટે આ સંગઠન શું કરી રહ્યું છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ દ્વારા વિધાર્થીઓને મહતમ કેળવણી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા માટે શિક્ષકો- અધ્યાપકોને જ આદર્શ માધ્યમ તરીકે ગણાવ્યા હતા. આ પ્રસંગે શૈક્ષિક મહાસંઘ યુનિવર્સિટીના અધ્યક્ષ ડૉ. મહેન્દ્ર પટેલ અને મહામંત્રી ડૉ. શૈલેષ બ્રહ્મભટ્ટ સહીત અધ્યાપકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે , અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક અને શિક્ષક કે હિતમેં સમાજ.. આ મૂળ મંત્ર પર કામ કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande