
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) : હારીજ માર્કેટયાર્ડ ખાતે બપોર સમયે યોજાયેલી વેપારીઓની જનરલ બેઠકમાં એસોસિએશનનાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. બેઠકમાં વર્તમાન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણજી અમરતજી ઠાકોરને વેપારી મંડળના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા.
ઉપપ્રમુખ તરીકે રજનીભાઈ અજમલભાઈ નાડોદા, મંત્રી તરીકે જયેશકુમાર રમેશભાઈ ઠક્કર અને સહમંત્રી તરીકે બહાદુરસિંહ હિમંતસિંહ વાઘેલા તથા પિયુષકુમાર લલિતભાઈ મહેતાની નિમણૂક કરવામાં આવી.
આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં યાર્ડના વેપારીઓ કનુભાઈ પટેલ, જલાભાઈ નાડોદા, વીરાભાઈ નાડોદા, અશોકભાઈ ચૌધરી, ચતુરભાઈ પ્રજાપતિ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ