પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે મહિલા હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતતા કાર્યક્રમો યોજાયા
પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત રાણાવાવ ખાતે માલધારી કન્યા છાત્રાલય તેમજ રહેણાંક વિસ્તારમાં મહિલા સશક્તિકરણ અને કાનૂની જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદર અભયમ 181ની ટીમ દ્વા
પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે મહિલા હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતતા કાર્યક્રમો યોજાયા.


પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે મહિલા હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતતા કાર્યક્રમો યોજાયા.


પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત રાણાવાવ ખાતે માલધારી કન્યા છાત્રાલય તેમજ રહેણાંક વિસ્તારમાં મહિલા સશક્તિકરણ અને કાનૂની જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા હતા.

પોરબંદર અભયમ 181ની ટીમ દ્વારા રાણાવાવ તાલુકામાં બે અલગ-અલગ સ્થળે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમોમાં મહિલાઓને મહિલા સંબંધિત કાયદા, ઘરેલુ હિંસા અધિનિયમ તેમજ પોકસો એક્ટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ 181 મહિલા અભય હેલ્પલાઇન, 112 ઈમરજન્સી સેવાઓ, 1930 સાયબર હેલ્પલાઈન સહિતની સુવિધાઓ વિશે માહિતી આપાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન પોક્સો એક્ટ, ગુડ ટચ-બેડ ટચ, મહિલા આશ્રય કેન્દ્ર તથા સખી વન સ્ટોપ સેન્ટરની કાર્યપદ્ધતિ અંગે પણ સમજણ અપાઈ હતી. મહિલાઓ મુશ્કેલીના સમયમાં નિર્ભયતાથી નજીકના પોલીસ સ્ટેશન અથવા મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે તેવા સંદેશ સાથે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande