જામનગર શહેર અને જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તાપમાન 12.5 ડીગ્રી
જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ટાઢોડું છવાઈ જવાના પગલે ધીમે ધીમે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીની લહેર પ્રસરી ચૂકી છે. જેની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે, અને આજે વહેલી સવારે ઠંડીનો પારો
તાપમાન


જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ટાઢોડું છવાઈ જવાના પગલે ધીમે ધીમે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીની લહેર પ્રસરી ચૂકી છે. જેની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે, અને આજે વહેલી સવારે ઠંડીનો પારો નીચે ગગડીને 12.5 ડીગ્રીએ સ્થિર થયો હોવાથી મોસમનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેના કારણે લોકો વહેલી સવારે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે.

જામનગર શહેર અને જિલ્લામાં અગાઉ ઠંડીનો પારો નીચે સરકીને 12.5 ડીગ્રી સુધી નીચે આવ્યો હતો, પરંતુ ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો, અને ઠંડોનો પારો 20.0 ડિગ્રી સુધી ઉપર પરત થયો હતો. પરંતુ તેમાં ગઈકાલથી પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને લઈને જ સમગ્ર રાજ્યમાં ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં જામનગર શહેર-જિલ્લામાં પણ ટાઢોડું છવાયેલું જોવા મળી રહ્યું છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.5 જ્યારે મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20 થી 25 કિ.મી ની ઝડપે રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande