નવા પ્રવાસન સ્થળ વિકસાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે 'જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી'ની રચના કરાઈ
- પ્રવાસન વિકાસ માટે વર્ષ દરમિયાન દરેક જિલ્લામાં રૂ. 10 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. ગાંધીનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યનાં દરેક જિલ્લામાં પ્રવાસન સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે તથા પ્રવાસન સ્થળ પરની વ્યવસ્થાઓમાં ગુણવત્તા સુધારણા અને ઝડપી અમલ
ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


- પ્રવાસન વિકાસ માટે વર્ષ દરમિયાન દરેક જિલ્લામાં રૂ. 10 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે.

ગાંધીનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યનાં દરેક જિલ્લામાં પ્રવાસન સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે તથા પ્રવાસન સ્થળ પરની વ્યવસ્થાઓમાં ગુણવત્તા સુધારણા અને ઝડપી અમલીકરણના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં “જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી (District Tourism Development Society - DTDS)”ની રચના કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લાના પ્રવાસન સ્થળોની અગ્રતા નક્કી કરવા માટે વધુ એમ્પાવર્ડ અને નાણાકીય રીતે સ્વતંત્ર જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના અંગે 11મી રાજ્ય કક્ષાની ચિંતન શિબિરમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સોસાયટીનો મુખ્ય હેતુ

પ્રવાસન સ્થળોના સર્વાગી વિકાસ માટે જિલ્લા સ્તરે સમન્વિત, ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવી.

સ્થાનિક જરૂરિયાતો તથા પ્રવાસન સંભાવનાને આધારે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આયોજન કરવા.

રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈ જિલ્લાના પ્રવાસન/યાત્રાધામ સ્થાનોને વૈશ્વિક સ્તરે વિકસાવવા.

સોસાયટીની મુખ્ય વિશેષતાઓ

ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની રચના

કલેક્ટર/મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ તરીકે રહેશે.

જિલ્લા સ્તરના મહત્વના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રવાસન સંબંધિત સંગઠનો અને બોર્ડના પ્રતિનિધિઓનો સમાવેશ.

નીતિગત નિર્ણય, આયોજન, ફંડિંગ, પ્રોજેક્ટ્સની સમીક્ષા અને વિકાસનાં કાર્યોની દેખરેખ રાખશે.

નાણાકીય વ્યવસ્થાઓમાં સક્ષમતા

વર્ષ દરમિયાન દરેક જિલ્લામાં રૂ. 10 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે

CSR ફંડ, યુઝર ફી, ચાર્જીસ સહિત અન્ય સ્ત્રોતોમાંથી ભંડોળ ઊભું કરવાની સત્તા.

સિંગલ નોડલ બેંક ખાતા દ્વારા પારદર્શક નાણાકીય વ્યવસ્થાપન.

વિકાસ કાર્યો

સોસાયટી દ્વારા વિવિધ મુખ્ય પ્રવાસન વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે જેમાં;

સ્થળોની બ્યુટીફિકેશન અને માળખાકીય સુવિધાઓનો વિકાસ

સ્વચ્છતા, પીવાનું પાણી, ટોઈલેટ, પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ

સાઈનેજ, માહિતી કેન્દ્ર, ગાઈડ તાલીમ

PPP મોડેલ હેઠળ કાફેટેરિયા, સોવેનીયર શોપ વગેરેનું સંચાલન

સ્થાનિક રોજગારી વધારવા કોટેજ, હેન્ડીક્રાફ્ટ, રમતો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ

જિલ્લા કક્ષાએથી આયોજન થઈ શકશે જેથી અમલવારીમાં ઝડપ અને અસરકારકતા આવશે

સ્થાનિક સ્તરે પ્રોફેશનલ મેનેજમેન્ટ દ્વારા ગુણવત્તાયુક્ત પ્રવાસન સેવાઓ ઉપલબ્ધ બનશે

નાણાકીય અને વહીવટી સ્વતંત્રતાથી કામગીરી વધુ સરળ બનશે

સરકાર, સ્થાનિક સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર અને સમુદાય વચ્ચે મજબૂત સંકલન થશે

સ્થાનિક લોકોને રોજગારી મળશે

સ્થાનિક મહિલા મંડળ / સેલ્ફ હેલ્પ ગૃપને સંચાલનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના થકી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસન સંબંધિત સેવાઓ વધુ સુનિયોજિત, આધુનિક અને વૈશ્વિક સ્તર પર તૈયાર થશે, જેના પરિણામે રાજ્યમાં પ્રવાસન સ્થળો વધુ સુગમ બનશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી ડૉ.જયરામ ગામીત, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ જિલ્લાના કલેકટર અને મહાનગરના કમિશનરઓ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande