કુતિયાણા માંઝાપરાના સરકારી આવાસના ગ્રાઉન્ડમાં જુગાર રમી રહેલ 4 શખ્સો ઝડપાયા
પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : કુતિયાણા પો.સ્ટે.ના પો.ઈન્સ. વી.પી. પરમારના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટેના અધિકારીઓ પેટ્રોલીંગ હતા. તે દરમિયાન કુતિયાણા માંઝાપરા વિસ્તાર સરકારી આવાસના ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપતિ રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમત
કુતિયાણા માંઝાપરાના સરકારી આવાસના ગ્રાઉન્ડમાં જુગાર રમી રહેલ 4 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : કુતિયાણા પો.સ્ટે.ના પો.ઈન્સ. વી.પી. પરમારના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટેના અધિકારીઓ પેટ્રોલીંગ હતા. તે દરમિયાન કુતિયાણા માંઝાપરા વિસ્તાર સરકારી આવાસના ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપતિ રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસ સ્ટાફે દરોડો પાડી દેવદાસ નાગાજણભાઈ ભુતિયા, રમેશ ઉર્ફે કાલી કેશુભાઈ બાપોદરા, વિરેન નરશીભાઈ માવદીયા અને વૈદે રામભાઈ ખુંટી નામના કુલ ચાર ઇસમોને રોકડા રૂા. 10,860/- ના મુદામાલ સાથે ઝડપી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂા. 10,860/-સાથે મળી આવતા તમામ ઈસમો સામે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરી પો.ઈન્સ. વી.પી.પરમાર, પો.હેડ કોન્સ.એમ.પી. ખોડભાયા, પો.કોન્સ. ભરત ભોજાભાઈ, વિજય ખીમાણંદભાઈ, હુસેનભાઈ, અક્ષયકુમાર જગતસિંહ, અશ્વિન વેજાભાઈદ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande