ત્રિવેણી ઘાટથી હમીરજી સર્કલ તથા હમીરજી સર્કલથી વેણેશ્વર સુધી નો હૉકર્સ ઝોન, વિવિધ વસ્તુઓના વેચાણ કરવા પર પ્રતિબંધ
ગીર સોમનાથ 10 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સોમનાથ મંદિર તથા તેની આસપાસના વિસ્તારમાં ફેરિયાઓ, લારીવાળાઓ તેમજ પાથરણાવાળાઓ વિવિધ વસ્તુઓનું વેચાણ કરવા હેતુ રસ્તા પર ઉભા રહે છે અને તેનાથી ટ્રાફિક સમસ્યા ઉભી થતી હોય છે. જેથી કાયદો
ત્રિવેણી ઘાટથી હમીરજી સર્કલ તથા હમીરજી સર્કલથી વેણેશ્વર સુધી નો હૉકર્સ ઝોન, વિવિધ વસ્તુઓના વેચાણ કરવા પર પ્રતિબંધ


ગીર સોમનાથ 10 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સોમનાથ મંદિર તથા તેની આસપાસના વિસ્તારમાં ફેરિયાઓ, લારીવાળાઓ તેમજ પાથરણાવાળાઓ વિવિધ વસ્તુઓનું વેચાણ કરવા હેતુ રસ્તા પર ઉભા રહે છે અને તેનાથી ટ્રાફિક સમસ્યા ઉભી થતી હોય છે. જેથી કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ત્રિવેણી ઘાટથી હમીરજી સર્કલ તથા હમીરજી સર્કલથી વેણેશ્વર સુધી નો હૉકર્સ ઝોન જાહેર કરાયો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા પ્રસિદ્ધ જાહેરનામા અનુસાર પ્રભાસપાટણના ત્રિવેણી ઘાટથી હમીરજી સર્કલ તથા હમીરજી સર્કલથી વેણેશ્વર સુધીના જાહેર રસ્તાઓ પર ફેરિયાઓ, લારીવાળાઓ તેમજ પાથરણાવાળાઓને વિવિધ વસ્તુઓના વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ વિસ્તારને નો હૉકર્સ ઝોન જાહેર કરાયો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ૧૦/૧૨/૨૦૨૫ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande