
ગીર સોમનાથ 10 ડિસેમ્બર (હિ.સ.) માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ઉના પેટાવિભાગ હસ્તક શાણાવાંકિયાના શાણાડુંગર રસ્તા પર સુવિધાપથની કામગીરી માટે તાજેતરમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેને અનુલક્ષીને માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ઉના તાલુકાના શાણાવાંકિયા ગામે સુવિધાપથની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે.
સુવિધાપથની કામગીરીથી બન્ને ગામમાં સીસીરોડની સુવિધા મળશે અને આ રસ્તાની કામગીરીથી લોકો માટે વાહનવ્યવહારની સુગમતા ઉપલબ્ધ થશે તેમજ ચોમાસાની સિઝનમાં લોકોને પડતી અગવડતા દૂર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ