
ગીર સોમનાથ 10 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા રમતપ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા સેન્ટ મેરી હાઈસ્કૂલ, સોમનાથ-વેરાવળ રોડ પ્રભાસપાટણ ખાતે સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન વયજૂથ હેન્ડબોલ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધા યોજાશે.
સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસપાટણ ખાતે તા.૧૪ ડિસેમ્બરના રોજ અંડર-૧૭ (ભાઈઓ) ઓપન વયજૂથ (ભાઈઓ), તા.૧૬ ડિસેમ્બરના રોજ અંડર-૧૪(ભાઈઓ-બહેનો), તા.૧૮ ડિસેમ્બરના રોજ અંડર-૧૭ (બહેનો) ઓપન વયજૂથ (બહેનો)ના ગૃપે રિપોર્ટિંગ કરવાનું રહેશે. રિપોર્ટિંગનો સમય સાંજે ૫.૦૦ કલાકનો રહેશે.
અંડર-૧૭ (ભાઈઓ) ઓપન વયજૂથ (ભાઈઓ)ની સ્પર્ધા તા.૧૫ ડિસેમ્બરના રોજ યોજાશે. અંડર-૧૪(ભાઈઓ-બહેનો)ની સ્પર્ધા તા.૧૭ ડિસેમ્બરના રોજ યોજાશે અને અંડર-૧૭ (બહેનો) ઓપન વયજૂથ (બહેનો)ની સ્પર્ધા તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે. સ્પર્ધાનું સ્થળ સેન્ટ મેરી હાઈસ્કૂલ સોમનાથ-વેરાવળ રોડ રહેશે અને તમામ સ્પર્ધાનો સમય સવારે ૦૭.૦૦ કલાકનો રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ