
ગીર સોમનાથ 10 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન' અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકો માટે કેમ્પ યોજાઈ રહ્યાં છે. જેમાં યોગ દ્વારા શારીરિક તંદુરસ્તી જળવાય એ રીતે નિયમિત યોગ કરાવવામાં આવે છે.
આ જ ઉપક્રમે વેરાવળ ખાતે તા.૧૦/૧૧/૨૦૨૫ થી ૧૦/૧૨/૨૦૨૫ દરમિયાન રજ્જુભૈયા ભવન, બાયપાસ રોડ ખાતે ઝોન તેમજ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી ચેતનાબેન ગજેરાના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા નિવારણ કેમ્પ યોજાયો હતો.
સમગ્ર મહિનામાં સવારે ૬.૦૦ થી ૮.૦૦ દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં યોગ કોચ દર્શનાબહેન, યોગ કોચ કિરણબહેન અને યોગ ટ્રેનર પલ્લવીબહેને ખૂબ સુંદર રીતે સંચાલન કરી અને વિવિધ યોગ-પ્રાણાયામ દ્વારા શારીરિક તંદુરસ્તીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આશરે ૬૫ થી વધુ જેટલા નાગરિકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. મહિના દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં તમાકુના વ્યસનમાંથી મુક્તિ મેળવવા અંગે તેમજ અન્ય વ્યસનમાંથી છૂટકારા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ