રાધનપુરમાં લગ્નનું બહાનું બનાવી દસ લાખની છેતરપિંડી, લગ્ન થયા બાદ દુલ્હન ફરાર
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) રાધનપુરના જેઠાસરના રહેવાસી બાબુ ભરવાડ સાથે લગ્નનું બહાનું બનાવી દસ લાખ રૂપિયા અને ઘરેણાંની છેતરપિંડી કરવામાં આવી હતી. લગ્ન થયા બાદ દુલ્હન ફરાર થઈ જતાં બાબુને શંકા ઉભી થઈ.આરોપીઓએ બાબુનો વિશ્વાસ જીતવા માટે સમગ્ર કાવતરું
રાધનપુરમાં લગ્નનું બહાનું બનાવી દસ લાખની છેતરપિંડી, લગ્ન થયા બાદ દુલ્હન ફરાર


પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) રાધનપુરના જેઠાસરના રહેવાસી બાબુ ભરવાડ સાથે લગ્નનું બહાનું બનાવી દસ લાખ રૂપિયા અને ઘરેણાંની છેતરપિંડી કરવામાં આવી હતી. લગ્ન થયા બાદ દુલ્હન ફરાર થઈ જતાં બાબુને શંકા ઉભી થઈ.આરોપીઓએ બાબુનો વિશ્વાસ જીતવા માટે સમગ્ર કાવતરું રચે છે. દુલ્હનના પરિવાર તરીકે જીવણ ભરવાડ, લક્ષ્મી ભરવાડ અને મેરા ભરવાડે ભૂમિકા ભજવી હતી, જ્યારે ઈલાબેન પરમારે ‘હિરલ’ નામથી દુલ્હન બની હતી.

જ્યારે બાબુએ પોતાના પૈસા અને ઘરેણાં પરત માગ્યા ત્યારે તેમને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે બાબુ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસએ વડોદરા, રાજકોટ અને બોટાદમાંથી કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ કનુઈ ઉર્ફે મનુ ભરવાડ, ગોવિંદ ભરવાડ અને લાલા ભરવાડની પણ ધરપકડ કરવામાં આવી છે.છેતરપિંડીથી મેળવેલા મુદ્દામાલમાંથી પોલીસએ રૂપિયા દોઢ લાખ, પાંચ મોબાઈલ ફોન અને સોનાની વીંટી મળી કુલ રૂ. 2,27,000નો જથ્થો રિકવર કર્યો છે. રાધનપુર પોલીસ આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande