જામનગર વીજચોરી કેસ : આરઓ પ્લાન્ટ સંચાલકને બે વર્ષની સખ્ત કેદની સજાનો સ્પેશિયલ કોર્ટનો હુકમ
જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં પાવર ચોરીના કેસમાં સ્પે.કોર્ટે બે આરોપીઓને બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. જામનગરમાં રામનગર શેરી નં. 2 માં નગર સી સબ ડીવીઝન હેઠળ આવતા વિસ્તારમાં પીજીવીસીએલ ચેકીંગ અધિકારી દ્વારા ચેકીંગ કાર્યવાહી દરમ્યાન આરોપીઓ
ચુકાદો


જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં પાવર ચોરીના કેસમાં સ્પે.કોર્ટે બે આરોપીઓને બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. જામનગરમાં રામનગર શેરી નં. 2 માં નગર સી સબ ડીવીઝન હેઠળ આવતા વિસ્તારમાં પીજીવીસીએલ ચેકીંગ અધિકારી દ્વારા ચેકીંગ કાર્યવાહી દરમ્યાન આરોપીઓ નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરાના આર.ઓ પ્લાન્ટમાં ચેકીંગ કરતાં તેઓ કાયદેસરના ગ્રાહક હોવા છતાં તેઓ દ્વારા મીટર સાથે ચેડા કરી મીટર બાયપાસ કરી ગેરકાયદેસર રીતે ડાયરેકટ પાવરચોરી કરતાં પકડાયા હતા.

જેથી કાયદેસરની કાર્યવાહી કરી નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરાને પુરવણી બીલ આપવામાં આવ્યા હતા. જે અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટીની એકટની કલમ–135 અન્વયે જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં બને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને ચાર્જશીટ કરવામાં આવ્યું હતુ.

આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા પર આવતા પ્રોસી. દ્વારા 10 સાહેદ તપાસવામાં આવ્યા હતા. તેમજ 18 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. જે કેસ ચાલી જતાં પી.જી.વી.સી.એલ. પેનલ એડવોકેટ વકીલ રાજેશ.કે.વસીયર તેમજ સરકારી વકીલ ડી.આર.ત્રિવેદી દ્વારા દલીલો કરવામાં આવેલ કે હાલ પાવરચોરીના બનાવ દિનપ્રતિદિન વધતા જાય છે. તેમજ સમાજને અસર કરે તેવો ગુન્હો છે.

જેથી સખ્ત સજા કરવા અંગે દલીલ કરતાં સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીઓ નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરાને પાવર ચોરીના કેસમાં 2 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.1,000 દંડ અને પી.જી.વી.સી.એલ. ને વળતર તરીકે રૂા.50,000 ની રકમ 30 દિવસમાં કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande