પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવના આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીની અધ્યક્ષતા હેઠળ 14 ડિસેમ્બરથી પોરબંદર ખાતે શરૂ થનાર સાંસદ ખેલ મહોત્સવ 2025 ના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કાર્યક્રમની તમામ તૈયારીઓ, આયોજનની પ્રક્રિયા અને આવ
પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.


પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.


પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.


પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.


પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીની અધ્યક્ષતા હેઠળ 14 ડિસેમ્બરથી પોરબંદર ખાતે શરૂ થનાર સાંસદ ખેલ મહોત્સવ 2025 ના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કાર્યક્રમની તમામ તૈયારીઓ, આયોજનની પ્રક્રિયા અને આવશ્યક વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનો આપી આયોજન વધુ સુવ્યવસ્થિત રીતે પાર પાડવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષભાઈ જીલડીયાએ પ્રેઝન્ટેશન દ્વારા સાંસદ ખેલ મહોત્સવના વિવિધ ઘટકો, આયોજનની રણનીતિ અને સ્થળ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. બેઠક દરમિયાન તમામ અધિકારીઓએ પોતપોતાના વિભાગની જવાબદારીઓ અંગે ચર્ચા કરી અને આયોજનને સફળ બનાવવા માટે સમન્વયપૂર્વક કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર જે. બી. વદર, જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી અને અગ્રણી અશોક મોઢા હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande