કૃષિ તાલીમ અને સંશોધન કેન્દ્ર, અરણેજ ખાતે પ્રાકૃતિક કૃષિ તાલિમ વર્ગનો પ્રારંભ
- નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દસપર્ણી અર્ક વિશે માર્ગદર્શન મેળવતા ખેડૂતો. ગીર સોમનાથ, 10 ડિસેમ્બર (હિ.સ.) : નાયબ ખેતી નિયામક તાલીમની કચેરી ગીર સોમનાથ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. જે અંતર્ગત
અરણેજ ખાતે પ્રાકૃતિક કૃષિ


- નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દસપર્ણી અર્ક વિશે માર્ગદર્શન મેળવતા ખેડૂતો.

ગીર સોમનાથ, 10 ડિસેમ્બર (હિ.સ.) : નાયબ ખેતી નિયામક તાલીમની કચેરી ગીર સોમનાથ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. જે અંતર્ગત કૃષિ લક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ હેઠળ ભાઈઓ અને બહેનો માટે ત્રણ દિવસીય પ્રાકૃતિક કૃષિ સંસ્થાકીય તાલીમ વર્ગ યોજવામાં આવ્યાં છે.

કૃષિ તાલીમ અને સંશોધન કેન્દ્ર અરણેજ ખાતે ખેડૂતો માટે આ તાલિમ તા. ૧૦/૧૨/૨૦૨૫થી તા.૧૨/૧૨/૨૦૨૫ સુધી યોજવામાં આવી છે. બે દિવસ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અલગ અલગ આયામો વિશે વિગતવાર સમજૂત કરવામાં આવશે.

આ તાલિમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ અંગે તેમજ રવિ સીઝનમાં થતા પાકોમાં પ્રાકૃતિક ખેતીના જૂદા જુદા આયામો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, પાક સંરક્ષણના અસ્ત્રો જેવાકે, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દસપર્ણી અર્ક, સપ્તધાન્ય અર્કનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં.

આ તાલિમમાં કોડીનાર તાલુકાના અરણેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના 80 થી વધુ ખેડૂત ભાઈઓ અને બહેનો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ તાલિમમાં નાયબ ખેતી નિયામક તાલીમ પી.કે. સ્વર્ણકાર, ખેતીવાડી અધિકારી ગોવિંદ ભાઈ ધોળિયા, અરણેજ ગામના કૃષિ સખી દેવલ બેન, કનક સિંહ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande