પોરબંદરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતા એક નું મોત
પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ થવાની વિચિત્ર ઘટના સામે આવી છે. આગ બુજાવવા માટે ઉપયોગમાં લેવાતો ફાયર સેફટીનો બાટલો ફાટતા મહેન્દ્રભાઈ મકવાણ
પોરબંદરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતા એક નું મોત.


પોરબંદરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતા એક નું મોત.


પોરબંદરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતા એક નું મોત.


પોરબંદરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતા એક નું મોત.


પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ થવાની વિચિત્ર ઘટના સામે આવી છે. આગ બુજાવવા માટે ઉપયોગમાં લેવાતો ફાયર સેફટીનો બાટલો ફાટતા મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવાર જનોમાં શોકની લાગણી છવાઈ છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ 8 ડિસેમ્બર સાંજે 5:30 કલાકના અરસામાં ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં મૃતક મહેન્દ્રભાઈ હરિલાલ મકવાણા નામના 55 વર્ષીય વ્યક્તિ ફાયર સેફટીના બાટલાની સાફ-સફાઈ

કરતા હતા. આ દરમિયાન કોઈ પણ કારણોસર ફાયર સેફટીનો બાટલો ફાટતા મહેન્દ્રભાઈનું ઘટના સ્થળે મૃત્યુનીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને 9 ડિસેમ્બરના સાંજના સમયે ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ તપાસ અર્થે પંહોચ્યો હતો. મકાન મલિક અને હરસિધ્ધિ એન્ટરપ્રાઈઝના મહિલા અશ્વિનભાઈની પૂછપરછ કરી સમગ્ર ઘટના કેવી રીતે બની તેનો તાગ મેળવ્યો હતો.

અશ્વિનભાઈના જણાવ્યા અનુસાર મહેદ્રભાઈ તેમને ત્યાં ક્યારેક ક્યારેક સફાઈ માટે આવતા હતા.આ ઘટના કેવી રીતે બની તે અંગે ચોક્કસ માહિતી છે નહિ બીજી તરફ મૃતકના પરિવાર જનોને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, મહેન્દ્રભાઈ છેલ્લા 30 વર્ષથી જી.આઈ.ડી.સી.માં આવેલા તંબાકુના કારખાનામાં કામ કરે છે. તેમનું કામ પૂર્ણ થઇ ગયા બાદ તેઓ હરસિધ્ધિ એન્ટરપ્રાઈઝમાં છૂટક કામ માટે જતા હતા. મહેન્દ્રભાઈના સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ઘરના મુખ્ય કમાનાર આર્થિક સ્તંભમહેન્દ્રભાઈના અવસાનના પગલે પરિવાર જનો પર આભ તૂટી પડયો છે પરંતુ આ સમગ્ર ઘટનામાં મુખ્ય એક જ સવાલ છે કે, ફાયર સેફ્ટીનો બાટલો કેવી રીતે બ્લાસ્ટ થયો આગ બુજાવવા માટે જેનો ઉપયોગ થાય છે. તે જ બાટલો ફાટતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ તો બીજી તરફ પોરબંદર ફાયર વિભાગમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજવતા અભય મહેતાના જણાવ્યુ મુજબ ફાયર બોટલ બ્લાસ્ટ થવાનું કારણ બોટલ પર ઓવર પ્રેસર અથવા બોટલની નબળી બોડી હોવાથી હાથમાંથી પડવાથી અથવા મહત્વનું એ બોટલ કંપનીમાંથી મેન્યુફેકચર થયા બાદ સમયાંતર હાઈડ્રો ટેસ્ટ થવો જરૂરી છે, જેથી બોટલને રિ-ઉપયોગ લઇ શકાય છે કેમ તે ખ્યાલ આવે હાલ પોરબંદર ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande