પોરબંદર પોલીસ દ્વારા ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત બેન્ક એકાઉન્ટ તપાસવા બેઠક યોજી
પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા સાઇબર ક્રાઇમના ગંભીર ગુન્હાઓ બનતા અટકાવવા માટે ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત બેન્ક એકાઉન્ટ તપાસવાની કામગીરી શરૂ થઈ છે, તે અંતર્ગત પોરબંદરમાં જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન થતા તમામ બેં
પોરબંદર પોલીસ દ્વારા ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત બેન્ક એકાઉન્ટ તપાસવા બેઠક યોજી.


પોરબંદર પોલીસ દ્વારા ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત બેન્ક એકાઉન્ટ તપાસવા બેઠક યોજી.


પોરબંદર પોલીસ દ્વારા ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત બેન્ક એકાઉન્ટ તપાસવા બેઠક યોજી.


પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા સાઇબર ક્રાઇમના ગંભીર ગુન્હાઓ બનતા અટકાવવા માટે ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત બેન્ક એકાઉન્ટ તપાસવાની કામગીરી શરૂ થઈ છે, તે અંતર્ગત પોરબંદરમાં જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન થતા તમામ બેંકના મેનેજરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘‘ઓપરેશન મ્યુંઅલ હન્ટ (સાયબર ફ્રોડ મ્યુલ એકાઉન્ટ્સ પર રાજ્યવ્યાપી પોલીસ કાર્યવાહી) અન્વયે પોલીસ અધિક્ષક પોરબંદરના અધ્યક્ષસ્થાને પોરબંદર જીલ્લાના તમામ બેન્ક મેનેજરો સાથે મીટીંગનું આયોજન કરી મ્યુલ એકાઉન્ટ્સ શોધવા તથા કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓ બનતા અટકાવવા તાજેતરમાં ઓપરેશન મ્યુલ હન્ટ (સાયબર ફ્રોડ મ્યુલ એકાઉન્ટ્સ પર રાજ્યવ્યાપી પોલીસ કાર્યવાહી) શરૂ કરવામાં આવેલ હોય. જે અન્વયે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાંથી ઓપરેટ થતા મ્યુલ એકાઉન્ટ અંગે માહીતી મેળવી એકાઉન્ટ ઓપરેટ કરતા ઇસમો વિરૂધ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક સ્થાને પોરબંદર જીલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના સીનીયર મેનેજરો સાથે પોલીસ અધિક્ષકની કચેરી ખાતેના ક્રાઈમ કોન્ફરન્સ હોલ ખાતે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ,જેમાં પોરબંદર જીલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના સીનીયર મેનેજરો તથા ડી.વાય.એસ. શહેર/ગ્રામ્ય તથા રાણાવાવ વિભાગ તથા પોલીસ ઇન્સ્પેકટર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ હાજર રહેલ,જેમાં પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.છેતરપિંડીવાળા ખાતા તાત્કાલિક ફ્રીઝ કરવા પોલીસ/નોડલ ઓફિસર તરફથી એકાઉન્ટ ફ્રીઝ કર્યા અંગેની વિનંતી માન્યા પછી તત્કાલ એકાઉન્ટ ફ્રીઝ કરવું.દરેક બ્રાંચ માં માસિક સાયબર ફ્રોડ અવેરનેસ રાખી સ્ટાફ અવેરનેસ

આમ પોરબંદર જિલ્લાના નાગરીકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે સારૂ સીનીયર બેંક મેનેજરોને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ પોરબંદર જિલ્લાના નાગરીકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે અજાણ્યા નંબર/લિંક પર વિશ્વશ્વાસ ન કરો,કોઈ પણ લિંક ક્લિક કરતા પહેલા 2 વાર વિચારો, બેંકનો ઓ.ટી.પી., પીન, સી.વી.વી., પાસવર્ડ કામ કરી રહ્યો નથી, કોઈપણ બેંક, આર.બી.આઈ., પોલીસ, કે.વાય.સી. ટીમ, અથવા એપ સપોર્ટ કયારેય ઓ.ટી.પી. નથી પુછતુ. સ્ક્રીન સેરીંગ એપ્સથી સાવધાન રહેવુ.ઈન્વેસ્ટમેન્ટ જોબ ઓફરની લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ક૨વો નહી. સોશિયલ મીડિયા પર મળેલા અજાણ્યા લોકો સાથે પૈસા/એકાઉન્ટ શેર ન કરોતમારું બેંક એકાઉન્ટ વપરાવવા દો, દર મહિને કમિશન આપીશ “એકાઉન્ટ ખોલાવો, તમારું નામ ચાલશે, બધું હું કરીશ તેવા કોઈ વ્યક્તિને બેંક એકાઉન્ટ ઉપયોગ ક૨વા આપવુ નહી. કોઈ વ્યક્તિ તમારા એ.ટીએમ.કાર્ડ, પાસબુક અથવા મોબાઈલ સીમ માટે રૂપિયા આપવાની વાત કરે તો એ લોકો મની લોન્ડરીંગ માટે તમારું એકાઉન્ટ વાપરવા માગે છે. જો તમારું એકાઉન્ટ મિસ યુસ થયું હોય તો શું કરવું? તરત બેંકને જાણ કરો એકાઉન્ટ ફ્રીઝ કરાવો. નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને જાણ કરો.1930 (નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન) પર કોલ કરો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande