
પોરબંદર ,10 ડિસેમ્બર (હિ.સ.) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પોરબંદર આવવાના હોવાથી તેમને આવકારવા પોરબંદર ભાજપ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.પોરબંદરની ધરા પર આગામી 14 ડિસેમ્બર ના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી જગત પ્રકાશ નડ્ડા સાંસદ ખેલ મહોત્સવનું પ્રારંભ કરવા માટે પધારી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, અને શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિત પુર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કેતન દાણી, પોરબંદર શહેર ભાજપના મહામંત્રી નિલેષ બાપોદરા, નરેન્દ્ર કણકિયા સહિત પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya