પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની હાલત બિસ્માર, કુતિયાણાના બે રસ્તા રીપેર કરવા ધારાસભ્ય દ્વારા રજુઆત
પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે, ત્યારે આ રોડને રિસફેસિંગની જરૂરિયાત હોવાથી કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆ
પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની હાલત બિસ્માર, કુતિયાણાના બે રસ્તા રીપેર કરવા ધારાસભ્ય દ્વારા રજુઆત


પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે, ત્યારે આ રોડને રિસફેસિંગની જરૂરિયાત હોવાથી કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

પોરબંદર જીલ્લાના કંડોરણા ઠોયાણા - નેરાણા રોડ અંદાજે 10 કી.મી. લંબાઈ છે આ રસ્તો રાણાવાવ તાલુકાનો અગત્યનો રસ્તો છે છેલ્લા ઘણા સમય થી રિસફેસિંગ થયેલ નથી અને હાલ ખુબ જ બિસ્માર હાલત મા છે અને રિસફેસિંગ જરૂરીયાત હોય તો કંડોરણા -ઠોયાણા - નેરાણા રોડ રિસફેસિંગની મંજુર કરી આપવા તેમજ પોરબંદર જીલ્લામાં આવતા ચીકાસા ગરેજ – મહિયારી- બાટવા રોડ ઘેડ વિસ્તારનો અગત્યનો રસ્તો છે આ રસ્તો ઘેડ વિસ્તારના ગામડાઓને અને જુનાગઢ જીલ્લાને જોડે છે આ રસ્તો અંદાજે અંદાજે 7 વર્ષ થી વધુ સમય થી બનેલ ન હોય તેમજ રસ્તાની લંબાઈ 32.50 કી.મી. છે ઘેડ વિસ્તારનો ટ્રાફીક વધુ હોય જેથી આ રસ્તાને 7.00 મીટર પહોળો કરવો પણ જરૂરી છે ચીકાસા - ગરેજ - મહિયારી- બાંટવા રોડ 7.00 મીટર પહોળો મંજુર કરી આપવા કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્યમંત્રીને લેખિત આવેદન પાઠવી રજુઆત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande