
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાની મહિલાને બ્લેકમેલ કરીને રૂ. 27.25 લાખ પડાવવાના કેસમાં મુખ્ય આરોપી પરેશ બેચરભાઈ પટેલની બે દિવસની વધારાની રિમાન્ડ કોર્ટએ મંજૂર કરી છે, જ્યારે સહ–આરોપી ઝાકીરહુસેન મેમણને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
પોલીસ મુજબ, આરોપીઓએ મહિલાના એકાંતનો પેટા લાભ લઈ તેનું શારીરિક શોષણ કર્યું અને ત્યારબાદ ફોટો–વિડિયો વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમય સુધી રૂપિયા પડાવ્યા હતા.
રિમાન્ડ દરમિયાન પરેશ પટેલને મેડિકલ તપાસ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તપાસ ન થતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
પોલીસને તેના મોબાઇલમાંથી અનેક નંબર, ફોટા અને સ્ક્રીનશોટ મળ્યા છે, જેને આધારે અન્ય સંભવિત પીડિતાઓની તપાસ અને ડેટાની ક્રોસ-વેરિફિકેશન માટે તેની પ્રત્યક્ષ હાજરી જરૂરી હોવાથી રિમાન્ડમાં વધારો માંગવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ