જામનગર જિલ્લાના કાલાવડના હરીપર ગામના રેસ્ટોરન્ટ સંચાલકને ગામના જ શખસની ધમકી
જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા રકુભાઈ ઉર્ફે મુન્નાભાઈ અબ્બાસભાઈ હાલાણી નામના રેસ્ટોરન્ટ સંચાલકને વાહનને ઠોકરે ચડાવી પતાવી દેવાની ધમકી આપવા અંગે પોતાના ગામના આસિફ તૈયબ ભા
ધમકી


જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા રકુભાઈ ઉર્ફે મુન્નાભાઈ અબ્બાસભાઈ હાલાણી નામના રેસ્ટોરન્ટ સંચાલકને વાહનને ઠોકરે ચડાવી પતાવી દેવાની ધમકી આપવા અંગે પોતાના ગામના આસિફ તૈયબ ભાઈ હાલેપૌત્રા નામના શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના કુટુંબીઓ ઉપર અગાઉ આરોપી અને તેના મળતિયાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, અને તે સંદર્ભમાં ફરિયાદીના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી, જેમાં ફરિયાદી મુન્નાભાઈ હાલાણી સાક્ષી બન્યા હતા.

તેઓ કોર્ટમાં જુબાની આપવા જવાના હતા, જે દરમિયાન આરોપીએ રસ્તામાં રોકીને જો તમે અમારા વિરુદ્ધ જુબાની આપવા જશો, તો તમને અકસ્માત કરીને પતાવી દેશું, તેવી ધમકી આપી હોવાથી મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ફરિયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande