
જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના હાપા વિસ્તારમાં ઠંડીની સિઝનમાં તસ્કરો સક્રિય બન્યા છે અને એક મકાનમાં ઘૂસી જઈ અંદરથી 50,000 રૂપિયાની રોકડ રકમ અને મોબાઈલ ફોનની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
મળતી માહિતી મુજબ, જામનગર નજીક હાપા મેઇન બજાર વિસ્તારમાં રહેતા અને ફેરીનો વેપાર કરતા ઇન્દ્રકુમાર અર્જુનદાસ પરસરામાણીના મકાનને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું.
જેમાં પ્રવેશ કરી લઈ તસ્કરોએ રૂપિયા 50 હજારની રોકડ રકમ તેમજ રૂપિયા 17,000 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા હોવાથી ઈન્દ્રકુમાર રામાણીએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt