સિદ્ધપુરમાં પાંચ દુકાનોમાં થયેલી ચોરીનો ગુનો ઉકેલાયો, 3 આરોપીની ધરપકડ
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર હાઇવે પર તાવડીયા ચાર રસ્તા નજીક આવેલી પાંચ દુકાનોમાં થયેલી ચોરીનો ગુનો સિદ્ધપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે. 28 જુલાઈ 2025ની રાત્રે ન્યૂ અમીન ગ્લાસ એન્ડ પ્લાયવુડ, પટેલ એસોસિયેટ, આનંદ ટ્રેડિંગ, ઘનશ્યામ મશીનરી અને શ્રી
સિદ્ધપુર હાઇવે પર તાવડીયા ચાર રસ્તા નજીક આવેલી પાંચ દુકાનોમાં થયેલી ચોરીનો ગુનો સિદ્ધપુર પોલીસે ઉકેલી


સિદ્ધપુર હાઇવે પર તાવડીયા ચાર રસ્તા નજીક આવેલી પાંચ દુકાનોમાં થયેલી ચોરીનો ગુનો સિદ્ધપુર પોલીસે ઉકેલી


સિદ્ધપુર હાઇવે પર તાવડીયા ચાર રસ્તા નજીક આવેલી પાંચ દુકાનોમાં થયેલી ચોરીનો ગુનો સિદ્ધપુર પોલીસે ઉકેલી


પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર હાઇવે પર તાવડીયા ચાર રસ્તા નજીક આવેલી પાંચ દુકાનોમાં થયેલી ચોરીનો ગુનો સિદ્ધપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે. 28 જુલાઈ 2025ની રાત્રે ન્યૂ અમીન ગ્લાસ એન્ડ પ્લાયવુડ, પટેલ એસોસિયેટ, આનંદ ટ્રેડિંગ, ઘનશ્યામ મશીનરી અને શ્રીજી ટ્રેડર્સમાંથી કુલ રૂ. 1.63 લાખની રોકડ ચોરી થઈ હતી. દુકાનોના શટર ઊંચા કરીને અજાણ્યા વ્યક્તિઓએ પ્રવેશ કર્યો હોવાની ફરિયાદ યોગેશકુમાર ચતુરભાઈ પટેલે નોંધાવી હતી.

તપાસ દરમ્યાન PSI જય શુક્લાની ટીમે આ કેસમાં સંડોવાયેલા પિન્ટુ ઉર્ફે રાહુલ મોતીભાઈ અહારી, અનિલ ઉર્ફે કાળિયો કાંતિભાઈ પુરબીયા અને રાજા ઉર્ફે ટકલા મુન્નાભાઈ કેવટને પાલનપુરથી ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લીધા હતા. ત્રણેય આરોપીઓએ પૂછપરછ દરમિયાન ચોરીની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવીને ઘટના સ્થળે પંચનામું અને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યા છે અને હવે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande