પોરબંદર મનપા દ્વારા જર્જરિત એમ.ડી.સાયન્સ કોલેજને શીલ મરાયું.
પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના એમ.જી.રોડ પર આવેલી એક માત્ર સાયન્સ કોલેજને મનપાના અધિકારીઓએ એકાએક સીલ કરી દેતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ મોટા સવાલો ઉભા થયા છે. નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત પોરબંદરની એક માત્ર એમ.ડી. સાયન્સ કોલેજ છેલ્લા ઘણા
પોરબંદર મનપા દ્વારા જર્જરિત એમ.ડી.સાયન્સ કોલેજને શીલ મરાયું.


પોરબંદર મનપા દ્વારા જર્જરિત એમ.ડી.સાયન્સ કોલેજને શીલ મરાયું.


પોરબંદર મનપા દ્વારા જર્જરિત એમ.ડી.સાયન્સ કોલેજને શીલ મરાયું.


પોરબંદર, 10 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના એમ.જી.રોડ પર આવેલી એક માત્ર સાયન્સ કોલેજને મનપાના અધિકારીઓએ એકાએક સીલ કરી દેતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ મોટા સવાલો ઉભા થયા છે. નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત પોરબંદરની એક માત્ર એમ.ડી. સાયન્સ કોલેજ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને અહીં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં મોટું નામ ધરાવે છે. 1966 માં તૈયાર થયેલી આ કોલેજનું બિલ્ડીંગ હાલ બિસમાર હાલતમાં છે સાયન્સ કોલેજના બિલ્ડીંગ સ્ટ્રકચર રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાથી ગઈકાલે બપોરે 3 વાગ્યાના અરસામાં મનપાની ટિમ કોલેજ પર ત્રાટકી હતી. રિસેસનો સમય હતો એટલે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હાજર ન હતા. મનપાએ કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને બહાર કાઢી કોલેજના મેઈન ગેટ પર સીલ મારી દેતા વિદ્યાર્થીઓ હવે આગળ ક્યાં અને કઈ રીતે અભ્યાસ કરશે તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે મનપાએ નોટિસ આપી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ નોટિસમાં સીલ મારવાની કોઈ ચોક્કસ તારીખ કે સમયનો ઉલ્લેખ ન હતો જેથી હાલ વિદ્યાર્થીઓ માટે ભણવા માટે શું કરવું તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ સીલ મામલે આચાર્ય વિનોદ થાનકી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે આજે કલેક્ટરને રજુઆત કરી સીલ થોડો સમય માટે ખોલી આપવામાં આવે તેવી રજૂઆતો કરશું જેથી પ્રેક્ટિકલ વધુ ઝડપે કરાવી શકાય જયારે થિયરિકલ માટે અમો ઓનલાઈન અથવા વૈકલ્પિક સ્થળે કરાવી આપશું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande