જામનગરમાં ટ્યુશન ક્લાસિસ સંચાલિકાને મારકૂટ કરી સાસરિયાનો ત્રાસ : ફરિયાદ નોંધાવી
જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં ટ્યુશન કલાસિસ સંચાલિકાને સાસરીયાઓએ ત્રાસ આપી મારકુટ કરીને પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુકી મારકુટ કરતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના અર્હામ-3, ગ્રીન્સ પાર્ક કોલોનીમાં રહેતા અને ટ્યુશન કલાસીસ ચલ
ફરિયાદ


જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં ટ્યુશન કલાસિસ સંચાલિકાને સાસરીયાઓએ ત્રાસ આપી મારકુટ કરીને પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુકી મારકુટ કરતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

શહેરના અર્હામ-3, ગ્રીન્સ પાર્ક કોલોનીમાં રહેતા અને ટ્યુશન કલાસીસ ચલાવતા જલ્પાબેન (ઉ.વ.36) નામની મહિલાના વર્ષ 2012માં શહેરમાં જ રહેતા ભાવિનભાઈ ચંદુભાઈ ભેંસદડીયા સાથે લગ્ન થયા હતા. તેણીના લગ્ન જીવન દરમિયાન પતિ ભાવિન તેમજ સસરા ચંદુ લીંબાભાઈ ભેસદડીયા અને નણંદ પુર્વીબેન સંદીપભાઈ ચનીયારા નાની-નાની બાબતોમાં ઝગડો કરતા હતા, અને શારીરિક તેમજ માનસિક દુ:ખ ત્રાસ આપીને મારકુટ કરતા હતા. તેમજ અગાઉ પરિણિતાને પુત્ર સાથે પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. પતિ ઘરછોડીને જતા રહ્યા હતા.

પત્ની જલ્પાબેનની અને પુત્રની દરકાર લેતા ન હતા. અપશબ્દો બોલીને મારકુટ કરીને ત્રાસ આપતા હતા. જેથી સાસરીયાઓના ત્રાસથી કંટાળીને જલ્પાબેને પોલીસમાં પતિ ભાવિન તેમજ સસરા ચંદુભાઈ અને નણંદ પુર્વીબેન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande