માંડવી તાલુકાના ઈસર ગામે રૂ.7.43 કરોડના 11 જેટલા જનસુવિધાના વિકાસકામોનું ખાતમુહૂર્ત
સુરત, 10 ડિસેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઈસર ગામે પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રૂ.7.43 કરોડના 11 જેટલા જનસુવિધાના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ અવસરે ધારાસભ
Surat


સુરત, 10 ડિસેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઈસર ગામે પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રૂ.7.43 કરોડના 11 જેટલા જનસુવિધાના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, “ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય અને લોકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે અમારી સરકાર કાર્યરત છે. જનસુવિધાના કાર્યો સાકારિત થવાથી ઈસર તથા આસપાસના ગામોનો વિકાસ વેગવંતો બનશે.

આ ખાતમુહૂર્તના કામોમાં રૂ.1.90 કરોડના ખર્ચે દેવગઢ થી ઇસર થઈ દૂધ મોગરા ગામને જોડતો રસ્તો, રૂ.2.65 કરોડના ખર્ચે ગામ તળાવ ખુર્દ એપ્રોચ રોડ, રૂ.95 લાખના ખર્ચે વાધનેરા ગોડધા તરફનો રસ્તો, રૂ.25-25 લાખના ખર્ચે સઠવાવ, ગામ તળાવખુર્દ, કલમકુવા, બલેઠી, સરકુઈ, દઢવાળા, નાનીચેર ગામોની ગ્રામ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત તથા જામણકુવા ગામે આંગણવાડી કેન્દ્રનું મકાન રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થશે.

આ અવસરે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, સરપંચ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, સંગઠન પ્રમુખ અનિલભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ શંકરભાઈ ચૌધરી, માંડવી APMCના ચેરમેન લલ્લુભાઈ ચૌધરી, છનાભાઈ વસાવા તથા અલ્પેશભાઈ પટેલ તેમજ આસપાસ ગામોના સરપંચો, આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande