નવસારીમાં ગાયને બચાવવા જતા કાર ટેમ્પો ટ્રાવેલરથી અથડાઈ
નવસારી, 10 ડિસેમ્બર (હિ.સ.) નવસારી શહેરના છાપરા રોડ પર પટેલ સોસાયટી નજીક ગાય અચાનક રસ્તા પર આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટોયોટા હાઈરાઈડર કારના ચાલક વિનોદ પટેલે ગાયને બચાવવા બ્રેક માર્યા છતાં કારનો કાબૂ ગુમાવી ઊભેલા ટેમ્પો ટ્રાવેલરના પાછળ જો
Accident


નવસારી, 10 ડિસેમ્બર (હિ.સ.) નવસારી શહેરના છાપરા રોડ પર પટેલ સોસાયટી નજીક ગાય અચાનક રસ્તા પર આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટોયોટા હાઈરાઈડર કારના ચાલક વિનોદ પટેલે ગાયને બચાવવા બ્રેક માર્યા છતાં કારનો કાબૂ ગુમાવી ઊભેલા ટેમ્પો ટ્રાવેલરના પાછળ જોરથી અથડાઈ હતી. અથડામણ એટલી તીવ્ર હતી કે કારની તમામ એરબેગ ખુલી ગઈ હતી.

ટ્રાવેલરની આગળ પાર્ક કરેલી એક્ટિવા પર બેઠેલા ગણેશ રાણા અને અશોક રાઠોડ સીધા ટક્કરનો ભોગ બન્યા હતા. કારના ધડાકાથી મોપેડ ટ્રાવેલરની નીચે ઘુસી જતાં તેને જેક લગાવી બહાર કાઢવું પડ્યું. બંને ઘાયલને પગમાં ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં કાર ઊભેલા ટ્રાવેલર સાથે ઝડપી ગતિએ અથડાતી દેખાઈ રહી છે. ઘટનાએ નવસારીમાં રખડતા ઢોરના કારણે સર્જાતી દુર્ઘટનાઓનો મુદ્દો ફરી ચરમસીમાએ પહોંચાડ્યો છે. શહેરીજનો દ્વારા પાલિકાને ઢોર નિયંત્રણ માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande