
પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામા કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકને નુકસાની થઈ હતી. જેમા હાલ પાક સહાયની રકમની ચુકવણી ચાલી રહી છે. ગઇકાલ સુધીમા 72 કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે. ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકને મોટુ નુકસાન થયુ હતુ. પોરબંદર જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકને મોટુ નુકસાન પહોચ્યુ હતુ જે બાદ પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં પાક નુકસાનીનું સર્વ હાથ ધરવામાં આવ્યુ હતુ.
રાજ્યના ખેડુતો માટે 10 હજાર કરોડનું સહાય પેકેજની જાહેરાત કરી હતી. જેમાં એક હેકટર દીઠ 22 હજાર અને બે હેકટર દીઠ 44000 હજારની મર્યાદામાં ખેડુતોને મળવાપાત્ર છે તે પ્રકારનુ આયોજન કરાયુ હતુ. રાજ્યના ગ્રામસેવક મારફત ડિજીટલ પોર્ટલ પર પાક સહાયની અરજી કરવાની શરૂ કરવામાં આવી હતી. 5 ડિસેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવી હતી. જેમાં પોરબંદર જિલ્લામાંથી કુલ 55,841 જેટલી અરજીઓ આવી હતી અરજી આવતા સરકાર દ્વારા ખેડુતોને ચુકવણી પણ કરવામાં આવી રહી છે પોરબંદર જીલ્લા ખેતીવાડી અધિકારી ત્રિવેદીના જણાવ્યુ મુજબ 10 ડિસેમ્બર સુધીમાં પોરબંદર જિલ્લાના 25થી26 હજાર ખેડુતોને પાક સહાયની ચુકવણી કરી દેવામાં આવી છે જેની અંદાજીત કુલ રકમ 72 કરોડ જેવી થાય છે અને હજુ પણ બાકી રહેતા ખેડુતોના ખાતામાં રકમની ચુકવણી કરવામાં આવી રહી છે એક હેકટર દીઠ 22 હજાર અને બે હેકટર દીઠ 44000 હજારની મર્યાદામાં ખેડુતોના ખાતામાં ચુકવણી થઈ રહી છે. આ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીએ પોરબંદર ધારાસભ્ય અજુન મોઢવાડીયા તેમજ પોરબંદર જીલ્લાના ગ્રામસેવકો અને કર્મચારીઓનો આભાર વ્યકત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya