સિદ્ધપુર સ્થિત પ્રાચીન શ્રી રાજ રાજેશ્વર બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધાર કર્યો માટે ₹2.80 કરોડની ગ્રાન્ટ મંજૂર
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર સ્થિત પ્રાચીન શ્રી રાજ રાજેશ્વર બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધાર માટે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹2.80 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હો
સિદ્ધપુર સ્થિત પ્રાચીન શ્રી રાજ રાજેશ્વર બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધાર માટે ₹2.80 કરોડની ગ્રાન્ટ મંજૂર


પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર સ્થિત પ્રાચીન શ્રી રાજ રાજેશ્વર બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધાર માટે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹2.80 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી ટૂંક સમયમાં વિકાસ કાર્યો શરૂ કરવામાં આવશે.

આ ગ્રાન્ટ સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના સતત પ્રયત્નોના પરિણામે મળી છે. મંદિરના વિકાસ માટે તેમણે અંગત રસ લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી, જેના કારણે આ મહત્વપૂર્ણ મંજૂરી મળી છે.

આ ફંડનો ઉપયોગ મંદિરના જીર્ણોદ્ધાર, નવનિર્માણ, પરિક્રમા માર્ગ, યાત્રાળુઓ માટેની સુવિધાઓ અને અન્ય માળખાગત સુધારાઓ માટે કરવામાં આવશે. ગ્રાન્ટ મંજૂર થતાં મંદિર સમિતિ અને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે અને સિદ્ધપુરનું આ ધાર્મિક સ્થળ વધુ આકર્ષક બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande