


અંબાજી, 13 ડિસેમ્બર (હિ.સ.) : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પાસે આવેલ પાડલીયા ગામ અને તેની આજુબાજુના ગામના આદિવાસી સમાજના લોકો દ્વારા પોલીસ વિભાગ અને વન વિભાગ ઉપર હિંસક હુમલો 35 થી વધુ કર્મચારીઓ અધિકારીઓ ઘાયલ થયા પોલીસ દ્વારા સૌપ્રથમ પરિસ્થિતિને કાબુમાં લેવા અશ્રુ ગેલના સેલ છોડવામાં આવ્યા.
પરિસ્થિતિ કાબુમાં ન આવતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. યાત્રાધામ અંબાજી પાસે આવેલ પાડલીયા ગામ અને તેની આજુબાજુ ગામના લોકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી જમીન અંગેનો વિવાદ ચાલતો હતો ત્યારે વન વિભાગ દ્વારા કહેવામાં આવતું કે આ જમીન વન વિભાગની સરકારી જમીન છે જ્યારે આદિવાસી સમાજના લોકોએ કીધું કે આ જમીન અમારી છે આ જમીન ઉપર તે દરમિયાન છોડાવવામાં આવી રહ્યા હતા ત્યારે વન વિભાગના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા અને રોજમદાર મજૂરો દ્વારા છોડ વાવવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન સ્થાનિક લોકો અને વન વિભાગ તથા પોલીસ વિભાગ સાથે આ બાબતે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.
વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિક લોકો પોતાની વાતમાં અડગ રહ્યા હતા અને આ અંગે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી અને સૌ પ્રથમ સ્થાનિકો દ્વારા વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ ઉપર સૌપ્રથમ પથ્થરમારો કરવામાં આવ્યો હતો તથા આ ગામમાં જવાના એક જ માર્ગ ઉપર jcb ની આડાશ મૂકી દેવામાં આવી હતી તથા વન વિભાગની બંને ગાડીઓને સળગાવી દેવાનું આવ્યું હોવાનું પણ જાણવા મળેલ છે ત્યારબાદ આ સ્થાનિકોની ધીમે ધીમે સંખ્યા વધવા લાગી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થાનિકો બાજુમાં આવેલા ડુંગર ઉપર ચઢી ગયા હતા અને વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિક લોકો પોતાની વાતમાં અડગ રહ્યા હતા અને આ અંગે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી અને સૌ પ્રથમ સ્થાનિકો દ્વારા વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ ઉપર સૌપ્રથમ પથ્થરમારો કરવામાં આવ્યો હતો તથા આ ગામમાં જવાના એક જ માર્ગ ઉપર jcb ની આડાશ મૂકી દેવામાં આવી હતી તથા વન વિભાગની બંને ગાડીઓને સળગાવી દેવાનું આવ્યું હોવાનું પણ જાણવા મળેલ છે. ત્યારબાદ આ સ્થાનિકોની ધીમે ધીમે સંખ્યા વધવા લાગી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થાનિકો બાજુમાં આવેલા ડુંગર ઉપર ચઢી ગયા હતા અને ત્યાંથી પથ્થરમારો અને તીર જેવા ઘાતક હથિયારો થી હુમલો કરી રહ્યા હતા તેનો સૌ પ્રથમ ભોગ અંબાજી ના પીઆઇ આર બી ગોહિલ બન્યા હતા અને તેઓને તીર વાગતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ સમગ્ર પોલીસ વિભાગ અને વન વિભાગ માં ભારે દોડધામ મચી જવા પામી હતી.
વન વિભાગના 15 જેટલા કર્મચારીઓ અને પોલીસ તંત્રના 20 જેટલા કર્મચારીઓ જેવો સતત બે અઢી કલાક સુધી સ્થાનિક લોકો સાથે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને આ ઘર્ષણમાં વન વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ ગંભીર પણે ઘાયલ થયા હતા અને તેઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર રીતે લાવવામાં આવ્યા હતા જ્યાં હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે અંતરિયાળ વિસ્તાર હોય ટેલીફોનિક નેટવર્ક પણ ન પકડાવાને કારણે પાલનપુર હેડ કોટર ખાતે જાણ કરવા છતાં પણ સમયસર આવી પહોંચ્યો ન હતો આમ 1,000 થી વધુ સ્થાનિકો સામે માત્ર 35 જેટલા કર્મચારીઓ અધિકારીઓએ આ સ્થાનિકોનો સામનો કર્યો હતો અને જેમાં મોટાભાગના વન વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ ગંભીર પણે ઘાયલ થયા હતા. આ બનાવને પગલે પંથકમાં ભારે તળાવ પૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ વિભાગ દ્વારા આ અંગે ઝડપી કાર્યવાહીનો ધમ ધમાલ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રો જણાવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ