ફટાણા ગામના માથાભારે શખ્સને રાજકોટ જેલ હવાલે કરાયો.
પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના ફટાણા ગામે રહેતા નામચીન શખ્શ સામે છેલ્લે પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની બે ફરિયાદો દાખલ થયા બાદ તેની ધરપકડ કરી જેલહવાલે કરી દેવાયો હતો અને બીમારી સબબ ભાવસિંહજી હોસ્પિટલે લવાતા ત્યાં શૌચાલયમાં પડેલ એસ
ફટાણા ગામના માથાભારે શખ્સને રાજકોટ જેલ હવાલે કરાયો.


પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના ફટાણા ગામે રહેતા નામચીન શખ્શ સામે છેલ્લે પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની બે ફરિયાદો દાખલ થયા બાદ તેની ધરપકડ કરી જેલહવાલે કરી દેવાયો હતો અને બીમારી સબબ ભાવસિંહજી હોસ્પિટલે લવાતા ત્યાં શૌચાલયમાં પડેલ એસીડની બોટલમાંથી એક-બે ઘુંટડા પી લેતા સારવાર માટે બહાર લઇ જવાયા બાદ સ્વસ્થ થતા તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો છે.

પોરબંદરના ફટાણા ગામે નવાવાસમાં રહેતા મહેશ ઉર્ફે ભોદ રામા બથવાર સામે છેલ્લે ગયા અઠવાડીયામાં બે પોલીસ ફરિયાદ થઇ હતી જેમાં પાન ફાકીની દુકાન ધરાવતા રાજુ બુધા બથવારે મહેશ સામે દુકાન ચલાવવા માટે હપ્તો માંગ્યાની અને પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસ જ્યારે મહેશને પકડવા માટે ગઇ ત્યારે તેણે પોલીસની જીપ ઉપર

પથ્થરમારો કરી કાચ ફોડી નાખવા સહિત 4500 નું નુકશાન કરવા સહિત પોલીસ કર્મચારીઓ સામે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી તેથી પોલીસે આ ઇસમની ધરપકડ કરીને જેલહવાલે કરી દીધો હતો.

આ શખ્શને જેલમાંથી પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કોઇ કારણોસર સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અને ત્યાં તેણે પ્રીઝનલ વોર્ડ (કેદી વોર્ડ)ના ટોયલેટમાં પડેલ એસીડની બોટલમાંથી એક-બે ઘુંટડા પી લીધા હતા તેથી તેને સારવાર માટે બહાર લઇ જવામાં આવ્યો હતો અને હવે શિસ્ત વિષયક પગલા લઇને તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. આ ઇસમ સામે એકાદ ડઝન જેટલા ગુન્હાઓ નોંધાઇ ચૂકયા હોવાથી અને પોલીસ પાર્ટી ઉપર પણ હુમલો કરી ચૂકયો હોવાથી ખાસ જેલમાં કોઇ બખેડો થાય નહી તે માટે રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande