જામનગરમાં લિફ્ટના રિપેરિંગ કામ વેળાએ અકસ્માત : લિફ્ટ તૂટી પડતાં શ્રમિક યુવાનનું મોત નીપજ્યું
જામનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ગઈકાલે રાત્રે લિફ્ટનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી અને લિફ્ટ તૂટી પડતાં તેમાં કામ કરી રહેલા 21 વર્ષના મુસ્લિમ ય
યુવાનનું મોત


જામનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ગઈકાલે રાત્રે લિફ્ટનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી અને લિફ્ટ તૂટી પડતાં તેમાં કામ કરી રહેલા 21 વર્ષના મુસ્લિમ યુવાનનો ભોગ લેવાયો છે. યુવકનું કરુણ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી પ્રસરી છે.

મળતી માહિતી મુજબ, જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં લિફ્ટ બંધ પડી ગઈ હોવાથી ગઈકાલે રાત્રે તેમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું. જ્યાં 21 વર્ષીય નવાઝ હનીફભાઇ સોરઠીયા નામનો યુવાન લિફ્ટ રિપેર કરી રહ્યો હતો. જે દરમિયાન અચાનક લિફ્ટ નો બોલ્ટ ખૂલી જતાં લિફ્ટ નીચે પડવાથી દુર્ઘટના સર્જાઇ હતી. દરમિયાન લિફ્ટનું સમારકામ કરી રહેલા નવાઝ સોરઠીયાને ગંભીર ઇજા થઇ હતી.

બનાવમાં ઇજાગસ્ત નવાઝ ને તાત્કાલિક સારવાર અર્થે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પર હાજર રહેલાં તબીબોએ ઇજાગ્રસ્ત નવાઝને મુત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ બનાવ ની જાણ થતા સિટી-એ ડિવિઝન ની પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી, અને મૃતદેહ નો કબ્જે કરી લઇ પી.એમ માટે મોકલી આપ્યો છે, અને વધુ તપાસ હાથ ધરાઇ છે. આ કરૂણ બનાવથી સોરઠીયા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande