


ગોધરા,11 ડિસેમ્બર (હિ.સ.) પંચમહાલ જિલ્લા ની કેટલીક ગ્રામ પંચાયત લગ્ન નોંધણી માટે કુખ્યાત છે ગુજરાત ભર ના ભાગેડુ યુવક યુવતીઓ અહીં પંચમહાલ મા આંતરિયાળ ગામો મા તલાટી ઓ પાસે જઈ બોગસ લગ્ન નોંધણી કરાવતા હોવા નો મામલો બહાર આવ્યો છે, જેમા મહેસાણા ના ઊંઝા ના યુવક યુવતી એ જાંબુઘોડા ના કણજપાણી ગામ ના તલાટી અર્જુન મેઘવાલ પાસે લગ્ન નોંધણી કરાવી ત્યાર બાદ યુવતી ના વાલી દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા ખોટી રીતે લગ્ન નોંધણી થયા નું બહાર આવ્યું ઉપરાંત અર્જુન મેઘવાળ નામના તલાટી એ એક જ વર્ષ મા 2000 જેટલા લગ્ન કરાવ્યા નું કબૂલતા નો વિડિઓ પણ વાયરલ થયો ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તલાટી ને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ નોંધવા મા આવી અને તપાસ દરમિયાન પંચાયત માંથી છેલ્લા વર્ષ નો રેકોર્ડ મળી આવ્યો નહોતો મળ્યો ત્યારે પોલીસે તલાટી અર્જુન મેઘવાલ ને રેકર્ડ સાથે ઝડપી પાડ્યો હતો અને રેકોર્ડ પણ ૨૦૨૫નો હોવા નું બહાર આવ્યું હતું, ત્યારે બીજી તરફ તલાટી દ્વારા બોગસ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાયા ની વાત કરાયા બાદ તપાસ મા એસીબી પણ જોડાયું છે
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ